Home> Technology
Advertisement
Prev
Next

Driving દરમિયાન ગુગલ મેપનો ઉપયોગ ન કરો, નહીં તો મળી શકે છે 5 હજારનો Memo

તાજેતરમાં Google Map નો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. પરંતુ જો તમે ડ્રાઇવિંગ દરમિયાન હાથમાં મોબાઈલ ફોન લઇને ગુગલ મેપનો ઉપયોગ કરો છો તો તમારા ખિસ્સાને ભારે નુકસાન થઈ શકે છે.

Driving દરમિયાન ગુગલ મેપનો ઉપયોગ ન કરો, નહીં તો મળી શકે છે 5 હજારનો Memo

નવી દિલ્હી: આજના સમયમાં કોઈને રસ્તો પૂછવાની જગ્યાએ નેવિગેશનનો (Navigation) ઉપયોગ કરી લોકો સ્થળ પર પહોંચવાનું વધારે પસંદ કરે છે. આ કારણ છે કે, તાજેતરમાં Google Map નો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. પરંતુ જો તમે ડ્રાઇવિંગ દરમિયાન હાથમાં મોબાઈલ ફોન લઇને ગુગલ મેપનો ઉપયોગ કરો છો તો તમારા ખિસ્સાને ભારે નુકસાન થઈ શકે છે.

fallbacks

મળી શકે છે 5 હજાર રૂપિયા સુધીનો Memo
સામાન્ય રીતે લોકો ડ્રાઇવિંગ દરમિયાન ગુગલ મેપનું (Google Map ) નેવિગેશન (Navigation) ઓન રાખે છે. તેના દ્વારા તમને રસ્તાની જાણકારી મળી શકે અને જો ક્યાંક ટ્રાફિક જામ હોય તો તેની જાણકારી પણ પહેલાથી મળી જાય છે. જેના કારણે ટ્રાફિક જામમાં ફસાતા પહેલા અન્ય માર્ગ પસંદ કરી શકો છો. આ બધા તો ગુગલ મેપના ફાયદા છે. જો તમે તમારા કારના ડેશબોર્ડ પર મોબાઇલ હોલ્ડર લગાવ્યું નથી અને હાથમાં મોબાઈલ ફોન રાખી ગુગલ મેપનો ઉપયોગ કરી રહ્યા છો તો 5 હજાર રૂપિયા સુધી Memo આપવાની જોગવાઈ છે.

આ પણ વાંચો:- Work Form Home: કોવિડથી શરૂ થયેલા વર્ક ફ્રોમ હોમનું નવુ સ્વરૂપ

મોટર વ્હીકલ એક્ટમાં Memo ની જોગવાઈ
હાલમાં દિલ્હીમાં એક શખ્સને પોલીસે Memo આપ્યો હતો. કાર ચાલકે તર્ક આપ્યું હતું કે, તે કોઈ સાથે વાત કરી રહ્યો ન હતો તો તેને Memo કેમ આપવામાં આવ્યો. દિલ્હી પોલીસે જણાવ્યું કે, મોબાઈલ હોલ્ડરે ડેશબોર્ડની જગ્યાએ હાથમાં રાખી ગુગલ મેપનો ઉપયોગ કરી ટ્રાફિક નિયમનો ભંગ કર્યો છે કેમ કે, આ કરવાથી ડ્રાઇવિંગ દરમિયાન ધ્યાન ભંગ થવાની આશંકા રહે છે. આ મામલો બેદરકારીથી ડ્રાઈવિંગની શ્રેણીમાં આવે છે.

આ પણ વાંચો:- સુરક્ષા સાથે હવે પેટ્રોલ પણ બચાવશે આ હેલમેટ, દુર્ઘટના થતાં એમ્બુલન્સને મોકલશે એલર્ટ

મોબાઇલ હોલ્ડરનો કરો ઉપયોગ
જો તમે ડ્રાઈવિંગ દરમિયાન ગુગલ મેપનો ઉપયોગ કરો છો તો તેના માટે તમે વાહનમાં મોબાઇલ હોલ્ડર ફિટ કરાવો. મોબાઇલ હોલ્ડરમાં ફોન લગાવી ગુગલ મેપનો ઉપયોગ કરવો નિયમ કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવતું નથી. મોબાઇલ હોલ્ડર બાઇકમાં 200 રૂપિયા સુધી અને કારમાં 1 હજાર રૂપિયા સુધી લાગાવી શકાય છે. જો તમે સમય પહેલા મોબાઇલ હોલ્ડર ફિટ કરાવી લો તો 1 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરી 5 હજાર રૂપિયાના Memo થી બચી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More