Home> Technology
Advertisement
Prev
Next

DUCATI ની નવી શાનદાર બાઈક ભારતમાં લોન્ચ થઈ, જાણો તમામ ફીચર્સ અને કિંમત

DUCATI LAUNCHED ITS TOP CLASS BIKE: ડુકેટીએ ભારતમાં MULTISTRADE 950 S GP WHITE બાઈક લોન્ચ કરી છે. DUCATI MULTISTRADE 950 S એક ટોપ-સ્પેક મોડલ છે. આ મસ્ક્યુલર બાઈકમાં અનેક નવા ફીચર્સ કંપનીએ સામેલ કર્યા છે.

DUCATI ની નવી શાનદાર બાઈક ભારતમાં લોન્ચ થઈ, જાણો તમામ ફીચર્સ અને કિંમત

નવી દિલ્લીઃ ડુકેટીએ ભારતમાં MULTISTRADE 950 S GP WHITE બાઈક લોન્ચ કરી છે. DUCATI MULTISTRADE 950 S એક ટોપ-સ્પેક મોડલ છે. આ મસ્ક્યુલર બાઈકમાં અનેક નવા ફીચર્સ કંપનીએ સામેલ કર્યા છે. ઈટલીની પ્રખ્યાત પ્રીમિયમ સ્પોર્ટ્સ બાઈક બનાવતી કંપની DUCATIએ MULTISTRADE 950 S બાઈકને ગત વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવી હતી. હવે કંપની આ મોટરસાઈકલને ભારતમાં લોન્ચ કરી છે. ભારતીય બજારમાં તેના એક્સ-શોરૂમ કિંમત 15.69 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ બાઈકની કિંમતનું એલાન કર્યું છે. DUCATI MULTISTRADE 950 S એક ટોપ-સ્પેક મોડલ છે. આ મસ્ક્યુલર બાઈકમાં અનેક નવા ફીચર્સ કંપનીએ સામેલ કર્યા છે. આવો જાણીએ આ સુપર સ્ટાઈલિશ બાઈક વિશે તમામ માહિતી.

fallbacks

કલર સ્કિમ-
MULTISTRADE 950 S બાઈકના નવા GP WHITE કલર થીમ સિવાય કોઈ ખાસ ફેરફાર જોવા નથી મળતા. નવી GP WHITE કલર સ્કિમ સિવાય આ બાઈક ભારતીય બજારમાં પહેલાની જેમ ક્લાસિક ડુકેટી લાલ રંગમાં મળતી રહેશે.

એન્જીન અને પાવર-
MULTISTRADE 950 S બાઈકમાં પહેલાની જેમ 937CC L-ટ્વીન લીક્વિડ કુલ્ડ એન્જીન મળશે. આ એન્જીન 9000 RPM પર 111 BHPનો સર્વાધિક પાવર અને 7750 RPM પર 96NM ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે 6 સ્પીડ ગીયર બોક્સ મળે છે. બાઈકના એન્જીનમાં ક્વીક શિફ્ટર પણ આપવામાં આવ્યું છે. આ બાઈકનો કુલ વજન 230 કિલોગ્રામ છે.

શાનદાર ફીચર્સ-
DUCATI MULTISTRADE 950 S એક ટોપ-સ્પેક મોડલ છે. આ બાઈકમાં અનેક શાનદાર ઈલેક્ટ્રોનિક ફીચર્સ આપવામાં આવ્યા છે. આ બાઈકમાં ડુકેટી ક્વીક શિફ્ટ અપ એન્ડ ડાઉન(DQS), ડુકેટી કોર્નરિંગ લાઈટ્સ સાથે LED હેડલાઈટ, ક્રુઝ કંટ્રોલ, 5 ઈંચની ફુલ કલર TFT ડિસ્પ્લે, ડુકેટી સ્કાઈહુક સસ્પેંશન EVO સાથે ઈલેક્ટ્રોનિક સસ્પેંશન, હેંડ્સ ફ્રી સિસ્ટમ, બેકલિટ હેંડલબાર કંટ્રોલ્સ અને BOSCHના કોર્નરિંગ એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ(ABS) જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

4 રાઈડિંગ મોડ્સ-
DUCATI MULTISTRADE 950 S બાઈકના રાઈડિંગ મોડમાં અનેક અને શ્રેષ્ઠ ફીચર આપવામાં આવ્યા છે. બાઈકમાં 4 રાઈડિંગ મોડ આપવામાં આવ્યા છે-સ્પોર્ટ્સ, ટુરિંગ, અર્બન અને એંડ્યુરો. આ સિવાય ગ્રાહકને બાઈકમાં સ્પોક વ્હીલ્સ અને એલોય વ્હીલ્સના વિકલ્પ આપવામાં આવ્યા છે.

કિંમત અને હરીફ-
DUCATI MULTISTRADE 950 રેંજની ભારતીય બજારોમાં શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 15.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ બાઈક સામે TRIUMPH TIGER 900 GT અને BMW F900 XR હરીફ બાઈક્સ છે.

માત્ર 11 રૂપિયા પગારમાં નોકરી કરતા બસ કંડકટરે લખ્યું હતું સુપરહિટ ગીત 'બહારો ફૂલ બરસાઓ...' જાણવા જેવી છે કહાની

Bollywood ના આ અભિનેતા રોજ સુતા પહેલાં લાગે છે પત્નીને પગે! કમાલની છે પ્રેમકહાની

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More