નવી દિલ્હી: સ્વીડિશ ટેલિકોમ ગિયર મેકર Ericsson એ ઇન્ડીયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી)માં મિલીમીટરવેવ (એમએમવેવ) પર દેશમાં પ્રથમ 5જી વીડિયો કોલ પ્રદર્શિત (ડેમોંસ્ટ્રેટ) કરવા માટે ચિપમેકર ક્વાલકોમ ટેક્નોલોજીજની સાથે હાથ મિલાવ્યો. સ્નૈપડ્રૈગન 850 મોબાઇલ પ્લેટફોર્મ પર સ્નૈપડ્રૈગન એક્સ 50 5જી મોડમ-આરએફ સિસ્ટમ અને એરિક્સન સાથે 5જી પ્લેટફોર્મ સાથે એક સ્માર્ટફોનનો ઉપયોગ કરીને આ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. એરિક્સન સાઉથ ઇસ્ટ એશિયા, ઓસિયાના એન્ડ ઇન્ડીયાના પ્રમુખ નુંજિયો મર્તિલોએ કહ્યું કે 'ભારતનું 5જીની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે.
Xiaomi એ લોન્ચ કર્યો 4 કેમેરાવાળો સ્માર્ટફોન, આ દિવસે શરૂ થશે વેચાણ
ઉત્તર અમેરિકામાં મિલીમીટરવેવ (એમએમવેવ) 5જી નેટવકર્સ કમર્શલ છે આ જાપાન અને કોરિયા સહિત ઘણા ઉન્નત દેશોમાં શરૂ કરવામાં આવી રહી છે. અહીં 5જી શરૂ કરવા માટે 28 ગીગાહર્ટ્ઝ અને 39 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ બેન્ડ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઇન્ડીયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી)માં 5જી વીડિયો કોલ કરવા માટે 28 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડેમોસ્ટૃએશનના એક ભાગ રૂપે મર્તિલોએ આઇએમસી 2019ની સાઇટ પર ક્વાલકોમ ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડના ઉપાધ્યક્ષ રાજન વાગડિયાને એક્રિક્સન બૂથ પર એક વીડિયો કોલ કર્યો.
દિવાળીની ભેટ, 25 ઓક્ટોબરે પગારમાં ઉમેરાઇને આવશે 5% DA
આ પહેલાં દેશની પ્રમુખ ટેલિકોમ કંપની Airtel ने India Mobile Congress (IMC) 2019 માં પોતાની 5G નેટવર્ક લાઇવ ડેમો બતાવ્યો હતો. આ ઇવેન્ટમાં કંપની 1000Mbps એટલે કે 1Gbps ઇન્ટરનેટ સ્પીડને શોકેસ કરી હતી. તમને જણાવી દઇએ કે દિલ્હીમાં ત્રણ દિવસ સુધી ચાલનાર ટેક્નોલોજી ઇવેન્ટ ઇન્ડીયા મોબાઇલ કોંગ્રેસ 2019માં તમામ ઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજી કંપનીઓ ભાગ લઇ રહી છે. આ દરમિયાન કંપનીઓ પોતાના ભવિષ્યના પ્રોજેક્ટ અને પ્રોટોટાઇપ રજૂ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે