Home> Technology
Advertisement
Prev
Next

ગમે તેમ ગીઝર અને હીટર ચાલું રાખશો તો પણ વિજળીનું બિલ આવશે ઓછું! બસ કરો આ 3 સરળ કામ

How To Reduce Electricity Bill: જો અમે તમને કહીએ કે કેટલીક સરળ ટેકનિકો દ્વારા તમે તમારા ઉપકરણોનો ઉપયોગ ઓછો કરીને શિયાળાની મજા માણી શકો છો અને તમારું વીજળીનું બિલ પણ ઘટાડી શકો છો? આવો તમને જણાવીએ કે કયા એવા 3 કામ છે જેનાથી વીજળીનું બિલ ઘટાડી શકાય છે.

ગમે તેમ ગીઝર અને હીટર ચાલું રાખશો તો પણ વિજળીનું બિલ આવશે ઓછું! બસ કરો આ 3 સરળ કામ

Reduce Electricity Bill: શિયાળાની ઋતુ આવતાની સાથે જ ગીઝર અને હીટરની ડિમાન્ડ વધી જાય છે, પરંતુ તેનાથી વિજળીના બિલમાં મોટો વધારો થઈ જાય છે. ગીઝર અને હીટર જેવી ચીજો આપણા માટે આરામદાયક તો છે, પરંતુ આ વિજળીનો ખર્ચ પણ વધારે છે. પરંતુ શું થશે જો અમે તમને જણાવીએ કે અમુક સરળ ટેકનિકથી તમારા આ ઉપકરણોનો ઉપયોગ ઓછો કરીને પણ શિયાળાનો આનંદ લઈ શકો છો અને સાથે વિજળીનું બિલ પણ ઓછું કરી શકો છો? આવો જણાવીએ કે તે કયા 3 કામ, જેનાથી વિજળીનું બિલ ઓછું કરી શકાય છે.

fallbacks

પહેલું કામ- ઉપયોગ કરો 5 સ્ટાર રેટિંગવાળા એપ્લાયંસ
તમારા ઘર માટે કોઈ પણ નવું એપ્લાયંસ ખરીદવાનો પ્લાન છે? તો 5 સ્ટાર રેટિંગવાળા ઉપકરણને પ્રાથમિકતા આપો. તે એપ્લાયંસ માત્ર તમારા વિજળીનો ઉપયોગ જ નહીં ઘટાડે પરંતુ તમારા વિજળીના બિલમાં પણ મોટો ઘટાડો કરી શકે છે. માર્કેટમાં ઘણા પ્રકારના 5 સ્ટાર રેટિંગવાળા ઉપકરણો ઉપલબ્ધ છે. તેનાથી તમારા ખિસ્સાનો બોજ ઓછો થશે અને તમારી બચત પણ થશે.

બીજું કામ- હાઈ કેપેસિટીવાળું ગીઝર ખરીદો
ગીઝરનો ઉપયોગ વિજળીનો ઉપયોગ વધારે છે, પરંતુ તમે એક સ્માર્ટ ટેકનિકથી આ પ્રોબ્લેમનું સમાધાન કરી શકો છો. એક હાઈ કેપેસિટીવાળું ગીઝર ખરીદીને તમે વિજળી બચાવી શકો છો. આ ગીઝર એક વાર પાણી ગરમ કર્યા પછી પણ ઘણા કલાકો સુધી ગરમ રાખે છે, જેના કારણે તમારે વધારે ગીઝર ચાલું રાખવાની જરૂર પડતી નથી.

ત્રીજી કામ- સતત ચાલું ના રાખો
હીટર અને બ્લોઅરનો ઉપયોગ ઓછો કરીને તમે વિજળી બચાવી શકો છો. આ ઉપકરણોને થોડીક જ મિનિટ ચાલું કરીને તમારો રૂમ ગરમ થઈ શકે છે. એટલા માટે તેણે સતત ચાલું રાખવાની જરૂર નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More