સેન ફ્રાંસિસ્કો: ફેસબુક (Facebook)એ પોતાની કંપનીઓ-ફેસબુક, વોટ્સઅપ (WhatsApp), મેસેંજર અને ઇંસ્ટાગ્રામ (Instagram) પર ચૂકવણી કરવા માટે નવી ચૂકવણી સિસ્ટમ 'ફેસબુક પે' લોન્ચ કરવામાં આવ્યું છે. આ અમેરિકામાં આ અઠવાડિયે ફંડરેજિંગ, ઇન-ગેમ ખરીદી, કાર્યક્રમોની ટિકીટો, મેસેન્જર પર લોકો સાથે લોકોને ચૂકવણી (પર્સન ટૂ પર્સન પેમેન્ટ) અને ફેસબુક માર્કેટ પ્લેસ પર પેજ અને ખરીદી કરવા માટે શરૂ કરી દેવામાં આવશે.
મ્યાંમારથી ભારત સ્મગલિંગ કરવામાં આવતું હતું સોનું, આ રીતે પકડાઇ ગયા
ફેસબુકમાં માર્કેટપ્લેસ અને કોમર્સના વાઇસ પ્રેસીડેન્ટ દેબોરાહ લિયૂએ મંગળવારે રાત્રે એક નિવેદનમાં કહ્યું કે ''સમય સાથે અમારી યોજના 'ફેસબુક પે'ને વધુ લોકો વચ્ચે બીજા સ્થાનો પર તથા ઇંસ્ટાગ્રામ અને વોટ્સઅપ પર પણ શરૂ કરવાની છે.'
કર્ણાટક: JDS-કોંગ્રેસના 17 અયોગ્ય ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, લડી શકશે પેટાચૂંટણી
કંપનીએ કહ્યું કે ફેસબુક પે હાલાના નાણાકીય માળખા અને ભાગીદારી પર બનેલું છે અને આ કંપનીની ડિજિટલ કરન્સી લિબ્રા નેટવર્ક પર ચાલનાર કેલિબ્રા વોલેટથી અલગ છે. કંપનીના અનુસાર તમે ફેસબુક અથવા મેસેન્જર પર ફક્ત કેટલાક તબક્કા બાદ 'ફેસબુક પે'નો ઉપયોગ શરૂ કરી શકો છો.
તેના માટે ફેસબુક એપ અથવા વેબસાઇટ પર પહેલાં સેટિંગમાં જાવ અને પછી 'ફેસબુક પે' પર જઇને પેમેન્ટ મેથડ ઉમેરો. ત્યારબાદ તમે બીજીવાર ચૂકવણી કરતી વખતે ફેસબુક પેનો ઉપયોગ કરી શકો છો. વોટ્સઅપ અને ઇંસ્ટાગ્રામ પર ફેસબુક પે શરૂ થતાં જ તમે તેને પ્રત્યેક એપ પર સીધા સેટ કરી શકશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે