નવી દિલ્લીઃ આ Flying Race Car માત્ર 2.8 સેકન્ડમાં 0 થી 100 કિમી/ કલાકની ઝડપ પકડે છે. એક વખત ચાર્જ કરવાથી 10થી 15 મિનિટ સુધી ઉડી શકે છે આ કાર. અત્યાર સુધી તમે ઘણી રેસિંગ કાર જોઈ હશે પરંતુ આજે અમે તમને બતાવી રહ્યા છીએ દુનિયાની પહેલી ફ્લાઈંગ રેસ કાર (World's First Flying Race Car). ઓસ્ટ્રેલિયાની કંપનીએ દુનિયાની પહેલી ઉડવાવાળી રેસિંગ કાર Alauda MK3 નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ કાર 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લગભગ 2.8 સેકન્ડમાં પૂર્ણ કરવામાં સક્ષમ છે.
રડારમાં નહીં આવે આ કાર:
આ કાર (Alauda MK3 video) રડારમાં આવતી નથી. આ વર્ષે ફ્લાઈંગ રેસ સ્પર્ધા ત્રણ જગ્યા પર યોજવામાં આવશે. જો કે તેનો ખુલાસો હજુ નથી કરવામાં આવ્યો. એવું માનવામાં આવી રહ્યું છે કે, Alauda MK3આમાથી સૌથી પસંદગીની રેસિંગ કાર બની શકે છે. Mk3 એક 130 કિલોનું વાહન છે. જેમાં ચાર્જિંગ માટે રિમૂવેબલ બેટરી પણ છે. Alauda MK3 ને દૂરથી એક સિમુલેટરથી કન્ટ્રોલ કરવામાં આવે છે.
Mk3ને બનાવનારે જણાવ્યું કે, Alauda એરોનોટિક્સ વાહન એ પહેલી માનવ રહિત ટેસ્ટિંગ ઉડાનને પૂર્ણ કરવામાં સફળ રહ્યું છે. ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ માટે eVTOL, ટેસ્ટિંગ ઓસ્ટ્રેલિયામાં દેશના નાગરિક ઉડ્ડયન સુરક્ષા પ્રાધિકરણની દેખરેખમાં કરવામાં આવ્યું. આ સમયમાં જ્યાં ઓટોમોબાઈલ સેક્ટરમાં ઘણી રેસિંગ કારનો દબદબો છે ત્યારે ઝડપથી ઉડવાવાળી કાર રેસિંગ કારના રૂપમાં સફળ થઈ શકે છે. આ કાર પ્રદૂષણ પણ નહીં ફેલાવે.
આ ઉડાન એક શુભ સંકેત:
હવે કહીં શકીયે છે કે રેસિંગ કાર માત્ર રસ્તાઓ માટે નથી પરંતુ હવામાં ઉડવાવાળી છે. કેમકે એયરસ્પીડરે ઇલેક્ટ્રિક ફ્લાઈંગ રેસ કાર Alauda Mk3 નું પહેલું પરીક્ષણ સફળતા પૂર્વક પૂર્ણ કરી દીધું છે. પરિવહન માટેની વધતી ચિંતા અને સમયની મર્યાદા માટે આ ઉડાન એક સારો વિકલ્પ બની શકે છે. વિશ્વમાં ખૂબ સારા નિર્માણકારો ઘણા સમયથી આના પર કામ કરી રહ્યા હતા. ( વીડિયો આભાર - The Guardian)
Switzerland જ નહીં પરંતુ આ જગ્યાએ પણ જમા છે અનેક દેશોની GDP કરતાં વધારે સંપત્તિ!
ચીન અને પાકિસ્તાન હવે નહીં કરી શકે ભારતની સરહદમાં ઘૂસણખોરી, જાણો શું છે ભારતનો સીક્રેટ પ્લાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે