નવી દિલ્હી: ઇ-કોમર્સ Flipkart પર બિગ દિવાળી સેલ ચાલી રહ્યો હતો જે બુધવારે પુરો થઇ ગયો છે. જો તમે આ સેલમાં તમારી મનપસંદ પ્રોડક્ટ ખરીદી શક્યા નથી તો ફ્લિપકાર્ટ ફરી તમને તક આપી રહ્યું છે. 21 ઓક્ટોબરથી ફ્લિપકાર્ટ પર ફરીથી બિગ દિવાળી સેલ (Big Diwali Sale) શરૂ થઇ રહ્યો છે. આ સેલ 25 ઓક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં ફરી એકવાર તમને ભારે ડિસ્કાઉન્ટ ઓફર સાથે પ્રોડક્ટ ખરીદવાની તક મળશે.
Xiaomi એ લોન્ચ કર્યો 4 કેમેરાવાળો સ્માર્ટફોન, આ દિવસે શરૂ થશે વેચાણ
આ સ્માર્ટફોન્સ પર મળશે ડિસ્કાઉન્ટ
રેડમી નોટ 7 પ્રો
આ સ્માર્ટફોનની રેગ્યુલર સ્ટાર્ટિગ પ્રાઇસ 13,999 રૂપિયા છે. પરંતુ સેલમાં આ ફોન તમને 11,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ખરીદી શકો છો.
India Mobile Congress 2019 : ભારતમાં Ericsson એ કર્યો પ્રથમ 5G વીડિયો કોલ
રેડમી નોટ 7S
આ ફોન ફ્લિપકાર્ટ પર 10,999 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે લિસ્ટેડ છે. સેલમાં તમે 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 8,999 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે ખરીદી શકો છો.
રિયલમી 5
ફ્લિપકાર્ટના બિગ દિવાળી સેલમાં આ ફોન 8,999 રૂપિયાની શરૂઆતી કિંમત પર મળી રહ્યો છે. આમ તો આ ફોન ફ્લિપકાર્ટ પર 9,999 રૂપિયામાં લિસ્ટેડ છે.
Vu 100 Super TV ભારતમાં 4K 100-Inch Panel સાથે થયું લોન્ચ, 8 લાખ રૂપિયાની કિંમત
વીવો Z1 પ્રો
આ ફોન 12,990 રૂપિયામાં સેલમાં ખરીદી શકશો. આ ફોન ફ્લિપકાર્ટ પર 14,990 રૂપિયામાં લિસ્ટેડ છે.
Xiaomi એ લોન્ચ કર્યો 4 કેમેરાવાળો સ્માર્ટફોન, આ દિવસે શરૂ થશે વેચાણ
બિગ દિવાળીમાં 50,000થી વધુ પ્રોડક્ટ્સ પર 75 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન LED TV, DSLR, સ્માર્ટવોચ જેવી પ્રોડ્ક્ટ પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. આ ઉપરાંત ઘણા એપ્લાયન્સ પર પણ ડિસ્કાઉન્ટ મળશે. આ સેલ દરમિયાન રાત્રે 12 વાગ્યાથી સવારે 8 વાગ્યા અને સાંજે 4 વાગ્યાથી 'ધમાકા ડીલ્સ' પણ ઓફર કરવામાં આવશે. ધમાકા ડીલમાં સ્માર્ટફોન સહીત ઘણી ઇલેક્ટ્રિક પ્રોડક્ટ પર ખાસ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે