નવી દિલ્હીઃ એમેઝોન ગ્રેડ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 2022 ચાલી રહ્યો છે. એપલના પ્રશંસકોની પાસે જલદી જશ્ન મનાવવાનું કારણ છે, ખાસ કરીને જો તમે સસ્તો iPhone ઈચ્છો છો. હકીકતમાં આ ઓફર આઈફોન 12 પર મળી રહી છે. IPhone 12 માં બધી આધુનિક સુવિધાઓ છે, જે તમે એક પ્રીમિયમ ડિવાઇસમાં ઈચ્છો છો, જેમાં 5જી સપોર્ટ પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર આઈફોન 12 પર એમેઝોનમાં મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એક્સચેન્જ ડીલ સહિત iPhone 12 ના 64GB વેરિએન્ટ પર 20451 સુધીની છૂટ મળી રહી છે. તમે આ ફોન માત્ર 42539 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઓફર સીમિત સમય માટે છે. જો તમારે પણ આઈફોન લેવો હોય તો એમેઝોનની આ ઓફરનો લાભ લઈ શકો છો.
Amazon પર iPhone 12 ની કિંમતમાં ઘટાડો
હાલમાં iPhone 12 ના 64GB વેરિએન્ટની રિટેલ કિંમત 62900 છે. એમેઝોન પર ફોન 16 ટકાના ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે, ત્યારબાદ તેની કિંમત 52999 રૂપિયા સુધી થઈ ગઈ છે. તમને અહીં 9901 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય જો તમે ફોન એક્સચેન્જ કરાવો તો વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ આ મિની જનરેટર છે એકદમ દમદાર, બેગમાં મુકીને ગમે ત્યાં લઇ જો શકો છો તમે
જો તમે જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરાવો તો તમારી પાસે 10550 રૂપિયા સુધીની છૂટનો લાભ ઉઠાવવાની તક છે. જો તમારી પાસે આઈફોન 11 છે તો તમને મોટી છૂટ મળી શકે છે. તમે એન્ડ્રોયડ ફોન પણ એક્સચેન્જ કરાવી શકો છો. એક્સચેન્જ ઓફર બાદ તમને આઈફોન 12 64GB વેરિએન્ટ માત્ર 42539 રૂપિયામાં મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે