Home> Technology
Advertisement
Prev
Next

GPay: ગૂગલ પેમેન્ટ પર મેળવો ભારે કેશબેક! માત્ર આ સરળ ટિપ્સ કરાવી દેશે મોજ

GPay Offer: ગૂગલ પેમેન્ટ પર તમને પણ વધારે ખાસ કેશબેક મળતું નથી તો આજે અમે તમને ખુબજ સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે ભારે કેશબેક મળવાનો તમારો ચાન્સ વધારી શકે છે.

GPay: ગૂગલ પેમેન્ટ પર મેળવો ભારે કેશબેક! માત્ર આ સરળ ટિપ્સ કરાવી દેશે મોજ

GPay Best Reward: આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે ગૂગલ પેમેન્ટનો ઉપયોગ ન કરતો હોય. આ પેમેન્ટ કરવાની એક ખુબ જ સરળ અને ઝડપી રીત છે. તેની મદદથી તમે સુરક્ષિત રીતે લોકોના એકાઉન્ટમાં પૈસા મોકલી શકો છો. તેમાં આખના પલકારે તમારું પેમેન્ટ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે, ગૂગલ પેમેન્ટ કરતા સમયે ઘણી વખત તમને કેશબેક પણ મળે છે આ કેશબેક જરૂરી નથી કે દરેક વખતે મળે. ઘણી વખત લોકોને ઘણા બધા પેમેન્ટ કર્યા બાદ પણ કેશબેક મળતું નથી. એવામાં આજે અમે તમને એવી ટ્રિક જણાવી રહ્યા છીએ જેના કારણે તમે મેક્સિમમ કેશબેક મેળવી શકો છો અને કેશબેક મળવાની ફ્રીક્વેન્સી પણ વધારી શકો છો. તો આવો જાણીએ કઈ છે આ ટ્રિક્સ અને કેવી રીતે તમે પણ કરી શકો છો તેનો ઉપયોગ...

fallbacks

નવા યુઝર્સને કરો પેમેન્ટ
જો તમે એક જ યુઝરને વારંવાર પેમેન્ટ કરી રહ્યા છો અને તમને લાગે છે કે આ કરવાથી તમને સારું કેશબેક મળશે તો તમે ખોટું વિચારી રહ્યા છો. હકીકતમાં સારું કેશબેક મેળવવા માટે તમારે અલગ-અલગ યુઝર્સને પેમેન્ટ કરવું પડશે અને જો તમે તે કરો છો તો તમને કેશબેક રીવર્ડ મળવાની સંભાવના વધી જાય છે.

શું ફરીથી વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ? ઓઈલ કંપનીઓની થઈ આ હાલત

મોટી રકમ મોકલવાથી રહો દૂર
જો તમે ગૂગલ પેમેન્ટ પર 10,000 થી લઇને 20,000 સુધીનું ટ્રાન્જેક્શન કરો છો અને તમે લાગે છે કે જેટલી મોટી રકમ છે એટલું મોટું કેશબેક મળશે તો એવું નથી. જો તમે સારું કેશબેક મેળવવા માંગો છો તો 100 થી લઇને 1000 વચ્ચે મોટાભાગના ટ્રાન્જેક્શન કરો આ કરવાથી તમને સારું કેશબેક મળી શકે છે.

તારક મહેતા શોની સામે આવી કેટલી વાતો, જે કદાચ જ તમે જાણતા હશો

ઓફર્સમાં જરૂરથી કરો પાર્ટિસિપેટ
ગૂગલ પેમેન્ટ પર સમય-સમય પર ઓફર આવતી રહે છે, જેની મદદથી તમારે સામેવાળા યુઝર્સને પેમેન્ટ મોકલવાની હોય છે, જો તમે સારી કેશબેક પ્રાઈઝ જીતવા માંગો છો તો તમારે તેમાંથી મોટાભાગની ઓફરમાં ભાગ લેવો જોઇએ અને તેના દ્વારા પેમેન્ટ કરવું જોઇએ. આ કરવાથી તમને કેશબેક મળવાની સંભાવના વધી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More