Home> Technology
Advertisement
Prev
Next

ઓફિસનું કામ રેસ્ટોરન્ટમાં બેસીને કરી કરવું છે? તો કામ આવશે આ App

મનગમતી રેસ્ટોરન્ટમાં જઈને તમે અનેકવાર ફૂડ ખાધુ હશે, પણ જો તમને રેસ્ટોરન્ટમાં જ બેસીને ઓફિસનું (Coworking) કામ કરવાનો મોકો મળે, અને તે પણ ઓફઇસ કલ્ચરની સાથે તો તમે શું કહેશો ? પ્રાઈમ્સ કો-વર્ક (Primes Cowork) નામની એક સ્ટાર્ટઅપ (start up) કંપની એક એપના માધ્યમથી મુંબઈ અને પૂણેમાં તમારા નજીકના રેસ્ટોરન્ટમાં ઓફિસમાં કામ કરવાની તક આપશે. 

ઓફિસનું કામ રેસ્ટોરન્ટમાં બેસીને કરી કરવું છે? તો કામ આવશે આ App

અમદાવાદ :મનગમતી રેસ્ટોરન્ટમાં જઈને તમે અનેકવાર ફૂડ ખાધુ હશે, પણ જો તમને રેસ્ટોરન્ટમાં જ બેસીને ઓફિસનું (Coworking) કામ કરવાનો મોકો મળે, અને તે પણ ઓફઇસ કલ્ચરની સાથે તો તમે શું કહેશો ? પ્રાઈમ્સ કો-વર્ક (Primes Cowork) નામની એક સ્ટાર્ટઅપ (start up) કંપની એક એપના માધ્યમથી મુંબઈ અને પૂણેમાં તમારા નજીકના રેસ્ટોરન્ટમાં ઓફિસમાં કામ કરવાની તક આપશે. 

fallbacks

મુંબઈ જેવા ભાગદોડવાળા શહેરમાં ઘરથી ઓફિસ પહોંચવું એક મોટી ચેલેન્જથી ઓછું નથી. પરંતુ જરા વિચારો કે, તમારું ઓફિસ તમારી નજીક જ આવી જાય, એ પણ એક પ્રાઈમ રેસ્ટોરન્ટમાં તો કેવું લાગે ? કંઈક આવા જ કોન્સેપ્ટ સાથે પ્રાઈમ્સ કો-વર્ક નામની સ્ટાર્ટઅપ કંપની માર્કેટમાં આવી રહી છે. 

માત્ર અમાસના દિવસે દેખાતા કંકણાકૃતિ સૂર્યગ્રહણને નિહાળવા આ બાબતનું ખાસ ધ્યાન રાખજો 

પ્રાઈમ્સ કો-વર્કના ફાઉન્ડર અભિવય દેવએ ઝી મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, આ વેન્ચર મુંબઈના એવા રેસ્ટોરન્ટની સાથે છે, જે દિવસમાં બંધ અને સાંજના સમયે ખુલ્લા રહે છે. આવા આ રેસ્ટોરન્ટ કામકાજી લોકો સવારના 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઓફિસ વર્ક કરવા માટે ઉપલબ્ધ રહેશે.

વર્ષો બાદ ગુજરાતમાં થયેલા પાકિસ્તાની તીડના આક્રમણ માટે એક ચોક્કસ કારણ જવાબદાર છે 

અભિવય દેવે જણાવ્યું કે, કંપનીએ તેના માટે એક એપ શરૂ કરી છે. જેના માધ્યથી તેઓ ઘરે બેસીને કોઈ પણ ઉપલબ્ધ રેસ્ટોરન્ટમાં પોતાની જગ્યા બૂક કરાવી શકે છે. તેના માટે તમારે દિવસના અંદાજે 200 રૂપિયા ચૂકવવાના રહેશે. જેમા વર્ક સ્પેસ ઉપરાંત વાઈ-ફાઈ, એક ઓફિસ બોય અને અનલિમિટેડ ચા-કોફીની સુવિધા આપવામાં આવશે.                    

કંપનીના કો-ફાઉન્ડર શાર્દુલ વ્યાસે કહ્યું કે, જો કોઈ પોતાના માટે એક આખા વર્ષ માટે વર્ક સ્પેસ બૂક કરાવવા માંગે છે, તો તેના માટે 15 મહિનાના 30 હજાર રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત નો કોસ્ટ EMIની સુવિધા પણ કંપનીએ પોતાના કસ્ટમર્સ માટે શરૂ કરી છે. જોકે, જાણકારોનું માનવુ છે કે, દેશમાં કો-વર્કિંગ કલ્ચરને લઈને પહેલા કંપનીઓ કામ કરી રહી છે, તેથી હાલ કહેવુ મુશ્કેલ છે કે, પ્રાઈમ્સ કો-વર્કને લોકો કેટલુ પસંદ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More