Home> Technology
Advertisement
Prev
Next

Google Pay માં આવ્યું Split Expense નામનું શાનદાર ફીચર, આ રીતે તેનો ઉપયોગ કરો

ગૂગલ પે (Google Pay) માં એક નવું અને રસપ્રદ ફીચર આવ્યું છે. 

Google Pay માં આવ્યું Split Expense નામનું શાનદાર ફીચર, આ રીતે તેનો ઉપયોગ કરો

નવી દિલ્હી: ગૂગલ પે (Google Pay) માં એક નવું અને રસપ્રદ ફીચર આવ્યું છે. આ ફીચરનું નામ સ્પ્લિટ એક્સપેન્સ છે. જેમ નામ છે, તેમ કામ પણ છે. ગૂગલે ગયા મહિને તેની ગૂગલ ફોર ઈન્ડિયા ઈવેન્ટ દરમિયાન આ ફીચરની જાહેરાત કરી હતી. હવે લોકોને ગૂગલ પે એપમાં આ સુવિધા મળવા લાગી છે.

fallbacks

Google Payના સ્પ્લિટ એક્સપેન્સ ફીચર હેઠળ, તમે તમારા મિત્રો સાથે રકમ વહેંચી શકો છો. આવી સ્થિતિમાં, જો તમે તમારા મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા છો અને તમે સંપૂર્ણ ચુકવણી કરી દીધી છે. તો આવી સ્થિતિમાં, Google Pay તમારા દ્વારા ચૂકવવામાં આવેલ બિલ મિત્રો સાથે આપમેળે શેર કરશે.

તમામ લોકોના ભાગમાં જે પણ રકમ આવશે, તે તમને Google Pay દ્વારા મોકલશે. અહીંથી તમે એનો હિસાબ રાખી શકો છો કે કોણે કેટલા પૈસા આપ્યા અને કોની પાસેથી તમારે વધુ પૈસા લેવાના છે.

fallbacks

જો તમે Splitwiseનો ઉપયોગ કર્યો હોય તો તે પણ તે જ રીતે કામ કરે છે. Splitwise એપમાં પણ તમે સમગ્ર ખર્ચ એકબીજા સાથે સમાન રીતે શેર કરી શકો છો.

ગૂગલ પેની આ સુવિધાનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. અહીં તમારે સ્પ્લિટ એક્સપેન્સ ફીચર વિકલ્પ પસંદ કરવો પડશે, રકમ દાખલ કરવી પડશે અને તમે જેમની સાથે બિલ વિભાજિત કરવા માંગો છો તે લોકોને ઉમેરવા પડશે. તે ગ્રુપના તમામ સભ્યોને ચુકવણીની રિક્વેસ્ટ મળશે અને તેઓ ત્યાંથી ચુકવણી કરી શકશે.

fallbacks

સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ
તમારા સ્માર્ટફોન પર Google Pay ખોલો અને નવા પેમેન્ટ વિકલ્પ પર જાઓ. ત્યારબાદ અહીં એક નવું પેજ મળશે જ્યાં સર્ચ બારમાંથી ન્યૂ ગ્રુપ પસંદ કરો. તમે જેની સાથે બિલ વિભાજિત કરવા માંગો છો તે લોકોને ઉમેરો. ગ્રૂપ બન્યા પછી, સ્પ્લિટ એન એક્સપેન્સ બટન પર ટેપ કરો અને તમે તમારા મિત્રો સાથે ખર્ચ કરેલ કુલ રકમ દાખલ કરો. તમામ પાસે બરાબર એમાઉન્ટની રિક્વેસ્ટ ચાલી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More