Home> Technology
Advertisement
Prev
Next

હીરોનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર 1 જુલાઈએ લોન્ચ થશે, કિંમત પેટ્રોલ સ્કૂટર કરતા પણ ઓછી!

Hero vida vx2 electric scooter: હીરો મોટોકોર્પ 1 જુલાઈના રોજ તેના વિડા બ્રાન્ડ હેઠળ એક નવું અને ખૂબ જ સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેનું ટીઝર પણ આવી ગયું છે. આ સ્કૂટરને સસ્તું બનાવવા માટે, કંપનીએ કેટલાક પ્લાન ઓફર કર્યા છે. ચાલો જાણીએ...

હીરોનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર 1 જુલાઈએ લોન્ચ થશે, કિંમત પેટ્રોલ સ્કૂટર કરતા પણ ઓછી!

Hero Vida vx2 Electric Scooter: હીરો મોટોકોર્પ ભારતમાં 1 જુલાઈ 2025ના પોતાનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર VIDA VX2 લોન્ચ કરવા જઈ રહ્યું છે. નવું મોડલ VIDA બ્રાન્ડ હેઠળ એક અગ્રણી બેટરી-એઝ-એ-સર્વિસ  (BaaS) મોડલ રજૂ કરશે, જેનો ઉદ્દેશ્ય યુઝર્સને ઓછા ખર્ચમાં સારી સર્વિસ આપવાનો હશે. તેથી ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર વાહનોને વધુ સુલભ બનાવવાનો છે. આ કંપનીનું અત્યાર સુધીનું સૌથી સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર હશે. દરરોજના ઉપયોગને ધ્યાનમાં રાખી તેને ડિઝાઇન કરવામાં આવ્યું છે.

fallbacks

ફ્લેક્સિબલ સબ્સક્રિપ્શન અને લો એન્ટ્રી કોસ્ટ
VIDA નું BaaS મોડલ ગ્રાહકોને બેટરી માટે સબ્સક્રિપ્શનના બેઝ પર પેમેન્ટ કરવાની મંજૂરી આપશે, જેમાં સ્કૂટર ચેસિસ અને બેટરીનો ખર્ચ અલગ-અલગ હશે. તેને pay-as-you-go’ ફોર્મેટથી શરૂઆતી ખરીદ મૂલ્યમાં કમી આવવા અને વ્યક્તિગત ઉપયોગને અનુરૂપ ફ્લેક્સિબલ માસિક પ્લાન રજૂ કરવાની આશા છે. હીરો મોટોકોર્પનો ટાર્ગેટ તેને વધુ સસ્તો બનાવવાનો રહેશે.

ચાર્જિંગ અને સર્વિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
VIDA ગ્રાહકોને દેશભરમાં વધતી જતી ઇકોસિસ્ટમનો લાભ મળશે, જેમાં 100+ શહેરોમાં 3,600 થી વધુ ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશનો અને 500 થી વધુ સર્વિસ પોઈન્ટનો સમાવેશ થાય છે. આ વ્યાપક નેટવર્કનો હેતુ નવા EV ખરીદદારોને સુવિધા અને માલિકીની સરળતા પૂરી પાડવાનો છે.

આ પણ વાંચોઃ AIએ મહિલાને બનાવી ગર્ભવતી ! 20 વર્ષથી નહોતું થતું બાળક, 15 IVF ટ્રીટમેન્ટ પણ નિષ્ફળ

બેટરી અને રેન્જ
નવા VX2 ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 2.2 kWh અને 3.9 kWh બેટરી પેક મળી શકે છે. કંપનીનો દાવો છે કે તે એક જ ચાર્જમાં 165 કિમી સુધીની રેન્જ આપશે. તેને ફુલ ચાર્જ થવામાં કેટલો સમય લાગશે? આ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ સ્કૂટરમાં ડિસ્ક બ્રેકનો અભાવ હશે, સૂત્રના જણાવ્યા અનુસાર, કંપની આ સ્કૂટરને ફક્ત ડ્રમ્સ સાથે લાવશે.

અંદાજિત કિંમત
હીરો મોટોકોર્પના નવા VIDA VX2 ની સંભવિત કિંમત લગભગ 65000 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થવાની આશા છે, જે તેને હીરો મોટોકોર્પના પોર્ટફોલિયોમાં સૌથી સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટરોમાંથી એક બનાવે છે. આ લોન્ચની સાથે કંપનીનો ટાર્ગેટ બજેટ સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત બનાવવા પર રહેશે. હીરો મોટોકોર્પનું નવું VIDA VX2 સ્કૂટર 1 જુલાઈએ તેને BaaS સબ્સક્રિપ્શનની સાથે લોન્ચ થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More