જુલાઈ 2025નો મહિનો હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) માટે ઐતિહાસિક બની ગયો છે. હોન્ડા આ મહિને 5.15 લાખ યુનિટ વેચીને દેશમાં નવી નંબર-1 ટુ-વ્હીલર બ્રાન્ડ બની છે, જેણે હીરો મોટોકોર્પને પાછળ છોડી દીધી છે. ગયા મહિને હીરોના ફક્ત 4,49,755 યુનિટ વેચાયા હતા.
વર્ષ-દર-વર્ષ વૃદ્ધિ
જુલાઈ 2024ની સરખામણીમાં જુલાઈ 2025માં 6.68% વૃદ્ધિ નોંધાઈ. સ્થાનિક વેચાણમાં 6.20% અને નિકાસમાં 11.52%નો વધારો થયો. જૂન 2025ની સરખામણીમાં જુલાઈમાં 20.09%નો વધારો નોંધાયો હતો. માત્ર એક મહિનામાં 77,519 વધુ યુનિટ વેચાયા હતા.
વર્ષના આંકડા શું કહે છે ?
એપ્રિલથી જુલાઈ 2025 દરમિયાન સ્થાનિક વેચાણમાં ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન, કંપનીએ 16.93 લાખ યુનિટ વેચ્યા હતા, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં 18.53 લાખ યુનિટ વેચાયા હતા. એટલે કે, 8.65%નો ઘટાડો નોંધાયો હતો.
Hondaનો ઘમાકો ! મિડલ ક્લાસ માટે લોન્ચ કરી બે સસ્તી બાઈક, આપશે જોરદાર ટક્કર !
જુલાઈમાં 2 નવી બાઇક લોન્ચ કરવામાં આવી
હોન્ડાએ ભારતમાં તેના 25મા વર્ષ નિમિત્તે 2 નવી બાઇક લોન્ચ કરી છે. તેમાં શહેરી યુવાનો માટે સ્ટ્રીટ સ્ટાઇલ બાઇક CB125 હોર્નેટ અને મજબૂત પરફોર્મન્સ અને પ્રીમિયમ લુક સાથે શાઇન 100 ડિલક્સ-DX જેવા મોડેલનો સમાવેશ થાય છે. તે હોન્ડાની ફેમસ શાઇન 100નું અપડેટેડ વર્ઝન છે. તે સસ્તી, પાવરફુલ અને માઇલેજ-ફ્રેન્ડલી છે.
માર્ગ સલામતી પર પણ ધ્યાન
હોન્ડાએ જુલાઈમાં 13 શહેરોમાં માર્ગ સલામતી કાર્યક્રમ ચલાવ્યો હતો, જેમાં યુવાનોને સલામત ડ્રાઇવિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે, તેણે લુધિયાણામાં તેના ટ્રાફિક ટ્રેનિંગ પાર્ક (TTP)ની 9મી વર્ષગાંઠની ઉજવણી પણ કરી હતી.
હોન્ડાએ જુલાઈ 2025માં સાબિત કર્યું કે માત્ર સંખ્યાઓ જ નહીં, બ્રાન્ડ વ્યૂહરચના અને સામાજિક જવાબદારી પણ કામ કરે છે. નવી બાઇકો, જબરદસ્ત વેચાણ વૃદ્ધિ અને ટ્રાફિક સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ બધા પાસાઓ હોન્ડાને ભારતમાં ટકાઉ ટુ-વ્હીલર લીડર બનાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે