Home> Technology
Advertisement
Prev
Next

હોન્ડાની સેડાન કાર સિટીનું ફેસલિફ્ટ વર્ઝન આવશે, જાણો શું હશે ખાસ

New honda city facelift design: મીડિયા અહેવાલો અનુસાર, નવી સિટીમાં કેટલાક કોસ્મેટિક અને મિકેનિકલ ફેરફારો જોવા મળી શકે છે. જો કે, તેના એન્જિનમાં કોઈપણ ફેરફારની સંભાવના ઘણી ઓછી છે. ફેરફાર વિશે વાત કરવામાં આવે તો તે મોટી બ્લેક ગ્રિલ, નવા એલોય વ્હીલ્સ, ટ્વીટ ટેલ લેમ્પ, નવા અને અપડેટેડ ફોગ લેમ્પ્સ તરીકે જોઈ શકાય છે.

હોન્ડાની સેડાન કાર સિટીનું ફેસલિફ્ટ વર્ઝન આવશે, જાણો શું હશે ખાસ

New honda city facelift price: જાપાનની કાર કંપની હોન્ડાએ પોતાની સિટી કારનું નવું વર્ઝન ટૂંક સમયમાં રજૂ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આ માટે તૈયારી કરી રહી છે. આ સમાચારમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે હોન્ડા સિટીના નવા મોડલમાં શું ફેરફાર કરવામાં આવી શકે છે. તેમજ તે ક્યારે લોન્ચ થશે.

fallbacks

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોન્ડા દ્વારા ટૂંક સમયમાં નવી સિટી રજૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કંપની તેના વાહનોને સતત અપડેટ કરી રહી છે. આ ક્રમમાં, એપ્રિલ પહેલા, કંપની માર્ચમાં જ ભારતીય બજારમાં નવી સિટીને રજૂ કરી શકે છે. કંપનીની નવી સિટીમાં સ્ટાઈલિશ લુક્સની સાથે અનેક નવા ફીચર્સ પણ સામેલ કરશે. 

મીડિયા અહેવાલો અનુસાર, નવી સિટીમાં કેટલાક કોસ્મેટિક અને મિકેનિકલ ફેરફારો જોવા મળી શકે છે. જો કે, તેના એન્જિનમાં કોઈપણ ફેરફારની સંભાવના ઘણી ઓછી છે. ફેરફાર વિશે વાત કરવામાં આવે તો તે મોટી બ્લેક ગ્રિલ, નવા એલોય વ્હીલ્સ, ટ્વીટ ટેલ લેમ્પ, નવા અને અપડેટેડ ફોગ લેમ્પ્સ તરીકે જોઈ શકાય છે. તે જ સમયે, ઈન્ટીરિયરમાં કાર સિટને વેન્ટિલેટેજ કરી શકાય છે અને નવી સિટીમાં વાયરલેસ ચાર્જર પણ મળી શકે છે. 

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોન્ડા સિટીના ફેસલિફ્ટ મોડલમાં એન્જિનમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં. ગ્રાહકોને કંપની તરફથી હાલના 2 પ્રકારના એન્જિન વિકલ્પ મળશે. તેમાં 1.5 લિટર નેચરલ એસ્પિરેટેડ એન્જિન હશે અને બીજું એન્જિન 1.5 લિટર એટકિન્સન સાયકલ પેટ્રોલ હાઈબ્રિડ એન્જિન હશે. આ કારને સિક્સ સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઓફર કરવામાં આવશે.

નવી હોન્ડા સિટીની કિંમત હાલના વેરિયન્ટ્સ કરતા થોડી વધારે હશે. હાલની હોન્ડા સિટીની એક્સ-શોરૂમ કિંમત 11.87 લાખથી શરૂ થાય છે અને તેનું ટોપ વેરિયન્ટનન્ટ કિંમત રૂ 15.62 લાખ છે. તેના હાઈબ્રિડ વર્ઝનની એક્સ શોરૂમ કિંમત 19.89 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો:  અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More