Home> Technology
Advertisement
Prev
Next

Phone ચોરી થઈ જાય તો કઈ રીતે બ્લોક કરશો ફોનપે, ગૂગલ પે અને પેટીએમ UPI ID? જાણો પ્રોસેસ

ફોનપે, ગૂગલ પે અને પેટીએમ જેવી યુપીઆઈ પેમેન્ટ એપનો ઉપયોગ કરવામાં ખતરો પણ રહેલો છે. જો તમારો સ્માર્ટફોન ચોરી થઈ જાય તો તમારે યુપીઆઈ આઈડીને બ્લોક કરવું જોઈએ. પરંતુ તે માટે તમારે પહેલા પોલીસમાં ફરિયાદ દાખલ કરવી પડશે. સાથે સિમ કાર્ડને બ્લોક કરવું જોઈએ, જેની સાથે યુપીઆઈ આઈડી લિંક છે. 
 

Phone ચોરી થઈ જાય તો કઈ રીતે બ્લોક કરશો ફોનપે, ગૂગલ પે અને પેટીએમ UPI ID? જાણો પ્રોસેસ

નવી દિલ્હીઃ ઓનલાઈન પેમેન્ટ કોમન થઈ ગયું છે. સામાન્ય રીતે દરેક સ્માર્ટફોનમાં યુપીઆઈ પેમેન્ટ એપ જેમ કે ગૂગલ પે, ફોનપે અને પેટીએમ જોવા મળે છે. આ એક સરળ અને ઈન્સ્ટેન્ટ પેમેન્ટ પ્લેયફોર્મ હોય છે, પરંતુ તેના ઉપયોગના કેટલાક ખતરા પણ છે. ખાસ કરીને જો તમારો સ્માર્ટફોન ખોવાઈ જાય તો તમારે નુકસાન ઉઠાવવું પડે છે. સંભાવના છે કે તમારી સાથે બેન્કિંગ ફ્રોડ જેવી ઘટનાઓ થઈ શકે છે. તેવામાં જો તમારો ફોન ખોવાઈ જાય તે ચોરી થઈ જાય તો સૌથી પહેલા યુપીઆઈ આઈડીને બ્લોક કરી દેવું જોઈએ. તેવામાં સવાલ ઉઠે ઠે કે આખરે કઈ રીતે યુપીઆઈ આઈડીને બ્લોક કરવામાં આવે?

fallbacks

કઈ રીતે PayTM UPI આઈડી કરો બ્લોક
સૌથી પહેલા પેટીએમ બેન્ક હેલ્પલાઈન નંબર 01204456456 પર કોલ કરો.
ત્યારબાદ  Lost Phone ઓપ્શન સિલેક્ટ કરો.
પછી એક અલગ નંબર દાખલ કરો. ત્યારબાદ ગુમ થનાર ફોન નંબર દાખલ કરો.
ત્યારબાદ લોગઆઉટ ફ્રોમ ઓલ ડિવાઇસ ઓપ્શન પસંદ કરો.
પછી પેટીએમ વેબસાઈટ પર જાવ અને 24×7 હેલ્પ ઓપ્શન સિલેક્ટ કરો.
આ રીતે તમે Report a Fraud કે પછી Message Us ઓપ્શન પસંદ કરી શકો છો. 
પછી તમારે પોલીસ રિપોર્ટ સહિત તમામ વિગત આપવી પડશે. તમામ  ડિટેલની તપાસ બાદ તમારૂ પેટીએમ એકાઉન્ટ અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવશે. 

આ પણ વાંચોઃ જિયોના સૌથી સસ્તા પ્લાન! 150 રૂપિયાથી ઓછી કિંમતમાં ડેટા, કોલિંગ અને SMS નો ફાયદો

કઈ રીતે બ્લોક કરશો ગૂગલ પે યુપીઆઈ આઈડી
સૌથી પહેલા કોઈ ફોનમાંથી 18004190157 નંબર ડાયલ કરો.
ત્યારબાદ કસ્ટમર કેરને પેટીએમ એકાઉન્ટ બ્લોક કરવાની જાણકારી આપવી પડશે.
એન્ડ્રોયડ યૂઝર્સે ગૂગલ ફાઇન્ડ માય ફોનને કોઈ પીસે કે ફોન પર લોગિન કરવું પડશે. ત્યારબાદ ગૂગલ પેનો તમામ ડેટાને રિમોટલી ડિલીટ કરવો પડશે. ત્યારબાદ તમારૂ ગૂગલ પે એકાઉન્ટ અસ્થાયી રીતે બ્લોક કરી દેવામાં આવશે. 
જો તમે  iOS યૂઝર્સ છે, તો find my app અને અન્ય એપલ ઓથોરાઇઝ્ડ ટૂલથી તમામ ડેટા ડિલીટ કરી ગૂગલ પે એકાઉન્ટને બ્લોક કરી શકો છો. 

કઈ રીતે બ્લોક કરશો ફોનપે યુપીઆઈ આઈડી
સૌથી પહેલા 02268727374 કે પછી 08068727374 નંબર પર કોલ કરો.
જે મોબાઈલ નંબરથી યુપીઆઈ આઈડી લિંક છે, તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો.
ઓટીપી પૂછવા પર તમારે સિમ કાર્ડ અને ડિવાઇસ ગુમ થવાનો ઓપ્શન પસંદ કરવો પડશે.
ત્યારબાદ તમને કસ્ટમર કેરથી કનેક્ટ કરવામાં આવશે, જ્યાંથી તમે કેટલીક જાણકારી આપી યુપીઆઈ આઈડી બ્લોક કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More