Home> Technology
Advertisement
Prev
Next

હવે ચપટી વગાડતા Aadhaar Cardમાં નામ, જન્મતારીખ બદલી શકશો, કરો આ કામ

ઓળખ પત્ર તરીકે આધાર કાર્ડ (Aadhaar Card) હવે બહુ જ જરૂરી દસ્તાવેજ બની ગયું છે. બેંક ખાતુ ખોલવાનું હોય કે પાસપોર્ટ બનાવવો હોય, આધાર નંબર જરૂરી બન્યો છે. પરંતુ અનેકવાર એવું થાય છે કે, આધાર કાર્ડમાં કેટલીક ભૂલ રહી જવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકારે પેન્શન, સબસીડી જેવી યોજનાઓને આધાર સાથે લિંક કરી છે. તેથી આધાર કાર્ડમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ. લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને યુનિક આઈડેન્ટીફિકેશન ઓફ ઈન્ડિયા (UIDAI)માં આધાર નંબરમાં નામ, ફોન નંબર કે પછી જન્મતિથિમાં ચેન્જિસ કરવા મામલે પોતાના નિયમોમાં બદલાવ કર્યો છે.

હવે ચપટી વગાડતા Aadhaar Cardમાં નામ, જન્મતારીખ બદલી શકશો, કરો આ કામ

નવી દિલ્હી :ઓળખ પત્ર તરીકે આધાર કાર્ડ (Aadhaar Card) હવે બહુ જ જરૂરી દસ્તાવેજ બની ગયું છે. બેંક ખાતુ ખોલવાનું હોય કે પાસપોર્ટ બનાવવો હોય, આધાર નંબર જરૂરી બન્યો છે. પરંતુ અનેકવાર એવું થાય છે કે, આધાર કાર્ડમાં કેટલીક ભૂલ રહી જવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકારે પેન્શન, સબસીડી જેવી યોજનાઓને આધાર સાથે લિંક કરી છે. તેથી આધાર કાર્ડમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ. લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને યુનિક આઈડેન્ટીફિકેશન ઓફ ઈન્ડિયા (UIDAI)માં આધાર નંબરમાં નામ, ફોન નંબર કે પછી જન્મતિથિમાં ચેન્જિસ કરવા મામલે પોતાના નિયમોમાં બદલાવ કર્યો છે.

fallbacks

Kamlesh Tiwari Murder: હત્યારાઓને પિસ્તોલ આપનાર આરોપી પકડાયો, થોડો સમય ગુજરાતમાં રહ્યો હતો

આવી રીતે બદલો જન્મતારીખ
આધાર કાર્ડ (Aadhaar Card) માં સૌથી વધુ ભૂલ જન્મ તારીખ (Date Of Birth)માં જોવા મળે છે. જો તમારી જન્મતિથિમાં કોઈ પણ ભૂલ છે, તો તમે તેને આધાર કેન્દ્ર પર જઈને સુધારી શકો છો. તેના માટે આધારમાં નોંધાયેલ જન્મ તારીખમાં 3 વર્ષતી ઓછું અંતરના કોઈ ડોક્યુમેન્ટ્સ આપીન તેમાં સુધારો કરી શકાય છે. ત્રણ વર્ષની અંતરનો હેતુ એ છે કે, આધાર કાર્ડમાં નોંધાયેલ જન્મતિથિ અને તમારી પાસેના યોગ્ય દસ્તાવેજમાં નોંધાયેલ જન્મતિથિમાં 3 વર્ષથી વધુનું અંતર ન હોવું જોઈએ. જન્મ તારીખમાં સુધારવા માટે બર્થ સર્ટિફિકેટ, પાન કાર્ડ (PAN Card), પાસપોર્ટ કે કોઈ રાજપત્રિત અધિકારી દ્વારા જાહેર જન્મતારીખને આધાર કેન્દ્રમાં આપવું પડશે. 

છઠ પૂજામાં મહિલાઓ સેંથાથી નાક સુધી લાંબું સિંદૂર લગાવે છે, બહુ જ ફાયદાની છે આ પ્રથા 

બે વાર બદલાવી શકો છો નામ
જો આધાર કાર્ડમાં તમારા નામમાં કોઈ ભૂલ છે, તો તેને પણ સુધારી શકાય છે. UIDAIએ આધારમાં નામ બદલવા માટે બે વાર તક આપવાનો નિયમ બનાવ્યો છે. નામમાં સુધારો કરાવવા માટે તમે તમારો પાસપોર્ટ, પાનકાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ કે પછી કોઈ સરકારી દસ્તાવેજને પ્રમાણપત્ર તરીકે રજૂ કરીને કેન્દ્ર પર ચેન્જ કરી શકો છો. 

ફારુક એન્જિનિયરના ચા પિરસવાના નિવેદન પર અનુષ્કાએ આપ્યો જડબાતોડ જવાબ

આવી રીતે કરો Aadhaar નું સ્ટેટસ 

  • એડ્રેસ, નામ અપડેટ સ્ટેટસ ઓનલાઈન ચેક કરવા માટે સૌથી પહેલા https://uidai.gov.in/ પર જાઓ.
  • આધારના હોમ પેજ પર અપડેટ આધાર સેક્શનમાં જઈને Check online address Update status પર ક્લિક કરો. 
  • અહીં તમારો 12 અંકવાળો આધાર નંબર નાખો, સાથે જ તમારો URN-SRN નંબર નાખો.
  • હવે નીચે આપેલ બોક્સમાં દેખાઈ રહેલ કૈપ્ચા કોડ ટાઈપ કરો અને ચેક સ્ટેટસ પર ક્લિક કરો.
  • ક્લિક કરતા જ Aadhaar એડ્રેસ અપડેટ રિકવેસ્ટનું કરન્ટ સ્ટેટસ તમારી સામે આવશે. 

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More