નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સની સુવિધાનું ખાસ ધ્યાન રાખે છે અને તેથી કંપનીએ જિયો ઇમરજન્સી ડેટા વાઉચર રજૂ કર્યું છે. આ એવા યૂઝર્સને ખુબ ઉપયોગી સાબિત થશે જેનો ડેટા ખતમ થઈ ગયો છે અને હાલ રિચાર્જ માટે પૈસા નથી. કંપનીએ આ વાઉચર ઇમરજન્સી ડેટા માટે રજૂ કર્યું છે, જેમાં તમે લોન લઈને ડેટા પ્રાપ્ત કરી શકો છો. આવો જાણીએ જિયોના જિયો ઇમરજન્સી ડેટા વાઉચર વિશે.
Jio Emergency Data Voucher મેળવવાની રીત
Step 1- જો તમે જિયો ડેટા લોન પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારા ફોનમાં માયજિયો એપ ઓપન કરો.
Step 2- તેની ઉપર ડાબી તરફ આપવામાં આવેલા મેનૂમાં જાવ, ત્યાં તમને મોબાઇલ સર્વિસ મળશે.
Step 3- મોબાઇલ સર્વિસમાં ઇમરજન્સી ડેટા વાઉચરનો વિકલ્પ આપવામાં આવ્યો છે, તેને પસંદ કરો.
Step 4- ત્યારબાદ ગેટ ઇમરજન્સી ડેટાનો વિકલ્પ પસંદ કરો અને પછી ત્યાં આપેલા એક્ટિવ નાઉ બટન પર ક્લિક કરો.
Step 5- ક્લિક કરવાની સાથે તમને ઇમરજન્સી ડેટા મળી જશે.
જિયો ડેટા લોનની વાત કરીએ તો કંપની તમને 2જીબી ડેટા લોન ઉપલબ્ધ કરાવી રહી છે અને આ પેકની કિંમત 25 રૂપિયા છે. લોન લીધા બાદ તમે માયજિયો એકાઉન્ટ દ્વારા ચુકવણી કરી શકો છો. મહત્વનું છે કે આ સુવિધા માત્ર પ્રીપેડ યૂઝર્સ માટે છે.
આ પણ વાંચોઃ ભારતમાં લોન્ચ થશે સેમસંગનો દમદાર સ્માર્ટફોન Galaxy F23 5g, જાણો કિંમત અને ખાસિયત
આ રીતે ચુકવો પૈસા
Step 1- જિયો ડેટા લોનનું પેમેન્ટ કરવા માટે માયજિયો એપ ઓપન કરો.
Step 2- અહીં ઇમરજન્સી ડેટા વાઉચરનો વિકલ્પ સિલેક્ટ કરો.
Step 3- ત્યારબાદ પ્રોસેસ્ડ બટન પર ક્લિક કરી પેનો વિકલ્પ પસંદ કરો.
Step 4- ત્યાં તમે જિયો પાસેથી લીધેલા લોન ડેટાની ચુકવણી કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે