Earthquake Alert on Android: ભૂકંપ એક એવી પ્રાકૃતિક આપદા છે જે કોઈ ચેતવણી વગર ગમે ત્યારે આવી શકે છે. ભારતમાં પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં ગમે ત્યારે ભૂકંપના આંચકાનો અનુભવ થાય છે. ખાસ કરી દિલ્હી-એનસીઆર જેવા ક્ષેત્રો ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ છે કારણ કે તે ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોની સરહદની નજીક આવેલા છે. ભૂકંપને રોકી શકાય નહીં પરંતુ ટેક્નોલોજીની મદદથી આપણે ખૂદને સાવચેત કરી શકીએ છીએ. આ ઉદ્દેશ્યથી ગૂગલે Android Earthquake Alerts System તૈયાર કરી છે, જે એન્ડ્રોયડ સ્માર્ટફોનમાં હાજર છે અને ભૂકંપ આવતા પહેલા યુઝર્સને ચેતવણી આપે છે.
આ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે?
ગૂગલની આ સિસ્ટમ તમારા ફોનને એક નાનું ભૂકંપ ડિટેક્ટર (mini-seismometer) બનાવી દે છે. જ્યારે તમારા ફોનમાં અચાનક કોઈ અસામાન્ય હલચલનો અનુભવ થાય છે તો તે પોતાના લોકેશન સહિતનો ડેટા ગૂગલના સર્વરને મોકલે છે. જો આસપાસમાં કોઈ અન્ય ફોન પણ આ પ્રકારની હરકત પકડે છે તો ગૂગલ પુષ્ટિ કરે છે કે ભૂકંપ આવ્યો છે અને તત્કાલ તે વિસ્તારના યુઝર્સને એલર્ટ મોકલે છે.
અમેરિકાના કેટલાક વિસ્તારો જેમ કે કેલિફોર્નિયા, ઓરેગન અને વોશિંગટનમાં ગૂગલે ShakeAlert નેટવર્કની સાથે ભાગીદારી કરી છે જે 1600થી વધુ સેસ્મિક સેન્સરની મદદથી ભૂકંપની જાણકારી આપે છે.
આ પણ વાંચોઃ Jioએ તેના યુઝર્સને આપી ભેટ ! 500 રૂપિયાથી સસ્તા પ્લાનમાં મળશે મફત OTTનો આનંદ
ગૂગલ કયા-કયા એલર્ટ મોકલે છે?
Be Aware Alert – આ હળવા ઝટકા (4.5 કે તેનાથી વધુ તીવ્રતા) માટે હોય છે.
Take Action Alert – આ ખૂબ મોટા આંચકા માટે હોય છે. આ એલર્ટ તમારા ફોનના Do Not Disturb સેટિંગને તોડી નાખે છે અને મોટા અવાજની સાથે તત્કાલ એલર્ટ મોકલે છે, જેથી તમે સુરક્ષિત જગ્યાએ પહોંચી શકો.
એન્ડ્રોયડ ફોનમાં કઈ રીતે ઓન કરશો ભૂકંપ એલર્ટ?
સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ
તમારો ફોન Android 5.0 કે તેનાથી ઉપરના વર્ઝનનો હોવો જોઈએ.
ઈન્ટરનેટ અને લોકેશન સર્વિસ ચાલૂ રાખો.
હવે Settings જાવ
અહીં Safety & Emergency સેક્શન ખોલો. (જો ન દેખાય તો "Location" > "Advanced" પર ટેપ કરો.
હવે Earthquake Alerts વિકલ્પ શોધો.
જો આ બંધ હોય તો તેને લાગૂ કરી દો.
એકવાર ચાલૂ કર્યા બાદ ભલે તમે ફોનનો ઉપયોગ ન કરી રહ્યાં હોવ, એલર્ટ સમય રહેતા તમારી પાસે પહોંચી જશે. ઘણીવાર કેટલીક સેકેન્ડની ચેતવણી પણ જીવ બચાવવા માટે પૂરતી હોય છે. તમે જમીન પર ઝૂકી શકો છો, મજબૂત ફર્નીચર નીચે છુપાઈ શકો છો અને તમારા પરિવારને સુરક્ષિત કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે