Home> Technology
Advertisement
Prev
Next

માત્ર 1 રૂમાં મળી રહ્યો છે શાનદાર સ્માર્ટફોન ! આ રહ્યો રસ્તો

તહેવારોની સિઝનમાં અનેક કંપનીઓ વચ્ચે સ્પર્ધા જામે છે

માત્ર 1 રૂમાં મળી રહ્યો છે શાનદાર સ્માર્ટફોન ! આ રહ્યો રસ્તો

નવી દિલ્હી (મનીષકુમાર મિશ્રા) : તહેવારની સિઝન દરમિયાન કંપનીઓમાં વેચાણ માટે હોડ લાગી જાય છે. નવરાત્રિ અને દશેરાનો તહેવાર નજીકમાં છે ત્યારે ટોચની કંપનીઓ દ્વારા નવ જાહેરાતો કરવામાં આવી છે. ચીનની પ્રતિષ્ઠિત ઇલેકટ્રોનિક્સ કંપની Huaweiએ પોતાની સબ બ્રાન્ડ ઓનર પર એક શાનદાર ઓફરની જાહેરાત કરી છે જેમાં ગ્રાહકને માત્ર 1 રૂ.માં સ્માર્ટફોન ખરીદવાની તક મળશે. 

fallbacks

ઓનરનું દશેરા સેલ 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન ઓનર 9એન, ઓનર 9 લાઇટ, ઓનર 7એસ, ઓનર 7એ, ઓનર 7સી, ઓનર પ્લે અને ઓનર 8 પ્રો પર શાનદાર ડિસ્કાઉન્ટ મળશે. આ સેલ દરિમયાન 1,800 રૂ.ની ફ્રી કુપન, 4,000 રૂ.નું ડિસ્કાઉન્ટ તેમજ પસંદગીનો સ્માર્ટફોન માઆત્ર 1 રૂ.માં ખરીદવાની તક મળશે. જો તમે ઓછામાં ઓછી 20,000 રૂ., 10,000 અથવા તો 500 રૂ.ની ખરીદી કરો તો તમને ક્રમશ: 1,000 રૂ., 500 રૂ. અને 300 રૂ.ના કુપન જીતવાની તક મળશે.  

Huaweiએ આ વર્ષે 20 કરોડ ફોનના વેચાણનું લક્ષ્ય રાખ્યું છે. કંપનીએ ગયા વર્ષે 15.3 કરોડથી વધારે સ્માર્ટફોનનું વેચાણ કર્યું હતું જેમાં 5.3 કરોડ સ્માર્ટફોન તો ભારતમાં જ વેચાયા છે. કંપનીએ જુલાઈમાં બે નવા સ્માર્ટફોન નોવા 3 અને નોવા 3 આઇ પણ લોન્ચ કર્યો હતો.

ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More