Home> Technology
Advertisement
Prev
Next

Tata Punch ને ટક્કર મારશે આ સસ્તી SUV કાર, માત્ર 11,000માં થઈ રહ્યું છે ધડાધડ બુકિંગ

Hyundai Exter: એસયૂવી સેગમેંટમાં ટાટા પંચ રાજ કરે છે. ટાટા પંચ દેશની સૌથી વધુ વેંચાતી કારમાંથી એક છે. પરંતુ હવે ટાટા પંચને ટક્કર મારવા હુંડાઈ કંપની પોતાની માઈક્રો એસયુવી સેગમેંટની કાર લોન્ચ કરશે. 

Tata Punch ને ટક્કર મારશે આ સસ્તી SUV કાર, માત્ર 11,000માં થઈ રહ્યું છે ધડાધડ બુકિંગ

Hyundai Exter: માઈક્રો એસયૂવી સેગમેંટમાં ટાટા પંચ લોકપ્રિય છે. ટાટા પંચ લોન્ચ થયાને દોઢ વર્ષ થયું છે અને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ યૂનિટનું વેચાણ થયું છે. તેથી એમ કહી શકાય કે એસયૂવી સેગમેંટમાં ટાટા પંચ રાજ કરે છે. ટાટા પંચ દેશની સૌથી વધુ વેંચાતી કારમાંથી એક છે. પરંતુ હવે ટાટા પંચને ટક્કર મારવા હુંડાઈ કંપની પોતાની માઈક્રો એસયુવી સેગમેંટની કાર લોન્ચ કરશે. 

fallbacks

હુંડાઈ કંપની 10 જુલાઈએ પોતાની માઈક્રો એસયૂવી Exter કાર લોન્ચ કરશે. કંપની 10 જુલાઈએ જ કારની કિંમતની જાહેરાત કરશે. પરંતુ ચર્ચા છે કે આ દેશની સૌથી સસ્તી એસયૂવી હશે. હાલ ગ્રાહક તેને 11,000 રૂપિયામાં બુક કરી શકે છે. 

આ પણ વાંચો:

આ ટ્રીકથી બમણી થઈ જશે Bike Mileage, એકવાર ભરાવેલું પેટ્રોલ ચાલશે દિવસો સુધી

કાર ખરીદવાનું પ્લાનિંગ હોય તો ચેક કરો આ લિસ્ટ, કઈ કાર છે ડિમાન્ડમાં અને કઈ કાર નહીં

Automatic Car લેવાનું વિચારી રહ્યા છો? તો જાણો તેના ફાયદા અને નુકસાન બંને વિશે ફટાફટ

Exter કારમાં નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જીનથી પાવર આપવામાં આવે છે. આ એન્જીન Grand i10 Nios અને અન્ય કારોમાં પણ ઉપલબ્ધ છે. આ એન્જીનથી 82 બીએચપીનો મેક્સિમમ પાવર અને 113 એનએમનું પીક ટોર્ક ઉત્પન્ન થાય છે. તેમાં 5-સ્પીડ મૈનુઅલ ગિયરબોક્સ અને એએમટીનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમાં સીએનજી વેરીયન્ટ પણ હશે. 

હુંડાઈ કંપનીની આ નવી માઈક્રો એસયુવીમાં ઈલેક્ટ્રિક સનરુફ, સ્માર્ટ ફોન કનેક્ટિવીટી સાથે ટચસ્ક્રીન ઈંફોટેનમેંટ સિસ્ટમ, ડુઅલ કેમેરા સાથે ડેશકેમ જેવા ફિચર જોવા મળશે. આ પહેલી કોમ્પેક્ટ એસયુવી હશે જેના દરેક વેરિયંટમાં 6 એરબેગ્સ હશે. આ ઉપરાંત ઈએસસી, વ્હીકલ સ્ટેબિલિટી મેનજમેંટ, હિલ આસિસ્ટ કંટ્રોલ અને અન્ય ફીચર ઉપલબ્ધ હશે.

હુંડાઈ કંપનીની આ સૌથી સસ્તી કાર હશે જેની કિંમત આશરે 6 લાખ રૂપિયાથી શરુ થાય તેવી સંભાવના છે. આ કાર ટાટા પંચ, નીસ્સાન જેવી કારને ટક્કર આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More