અમદાવાદ :ડિજીટલ લેણદેણ (online banking) ની સાથેસાથે દેશમાં ઓનલાઈન ફ્રોડના કેસ પણ વધતા જઈ રહ્યાં છે. આ રીતે ફ્રોડથી બચવા માટે ICICI Bankએ નવી પહેલની શરૂઆત કરી છે. બેંકે ઓટીપી બેઝ્ડ લોગ ઈન સિસ્ટમને લોન્ચ કરી છે. આ સિસ્ટમના લોન્ચ થયા બાદ હવે તમને નેટ બેન્કિંગનો પાસવર્ડ યાદ રાખવાની જરૂર નહિ પડે.
જનરેટ કરવો પડતો હતો નવો પાસવર્ડ
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતાસ મયે અનેકવાર લોકોને પાસવર્ડ યાદ હોતો નથી. જેને કારણે ગ્રાહકોને બહુ જ તકલીફોનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે લોકો નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા સમયે પાસવર્ડ ભૂલી જાય છે. આવામાં યુઝર્સને નવો પાસવર્ડ જનરેટ કરવો પડે છે. પરંતુ હવે તેઓને બિલકુલ પણ તકલીફ નહિ પડે.
અશ્વ શોમાં બે ઘોડા એવા બાધ્યા કે શી વાતે ય છૂટા ન પડે, તમારો પણ શ્વાસ અદ્ધર કરી દે તેવો Video
આવી રીતે કરી શકશો લોગ ઈન
બેંકે OTP બેઝ્ડ લોગ ઈનની સુવિધા અંતર્ગત કસ્ટમર્સ હવે બેંકની સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઓટીપી અને ડેબિટ કાર્ડ પિન દ્વારા લોગ ઈન કરી શકશો. જોકે, ગ્રાહકોને આઈડી અને પાસવર્ડથી લોગ ઈન કરવાની સુવિધા પણ મળતી રહેશે. તેને બેંકે ઓપ્શન તરીકે રાખ્યું છે.
આવી રીતે કરવુ લોગ ઈન
સૌથી પહેલા તમારે બેંકની વેબસાઈટ www.icicibank.com પર જવાનુ રહેશે. આ વેબસાઈટ પર લોગ ઈન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તેના બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરીને ‘Get OTP’ ઓપ્શન પર ક્લિક કરવું.
LRD મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમનેસામને, નીતિન પટેલ થયા નારાજ
પિન એન્ટર કરો
તેના બાદ ઓટીપી અને પોતાના ડેબિટ કાર્ડ પિનને એન્ટર કરીને 'Proceed' પર ક્લિક કરવાનું રહેશે. તેના આગામી સ્ટેપમાં તમારે નેટ બેન્કિંગ લોગ ઈન થશે. નેટ બેન્કિંગ પાસવર્ડ ભૂલવાની સ્થિતિમાં ઓટીપી આધારિત સુવિધાનો સૌથી મોટો ફાયદો મળે છે.
બેન્કિંગ બનાળો સરળ
ICICI બેંકે પોતાની એક રિલીઝમાં કહ્યું કે, આઈસીઆઈસીઆઈ બેંક હંમેશા પોતાના પ્રોડક્ટ્સ તેમજ સર્વિસિસને સારુ બનાવવાનો પ્રયાસ કરે છે, જેનાથી પોતાના ગ્રાહકો માટે બેન્કિંગ વધુ સરળ બનાવવામાં આવી રહ્યુઁ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે