Home> Technology
Advertisement
Prev
Next

2020માં ધૂમ મચાવવા તૈયાર છે આ Smartphones, જાણો કિંમત અને ફીચર

જાણો વર્ષ 2020માં લોન્ચ થનારા સ્માર્ટફોન અને તેના ફીચર અને કિંમત વિશે સંપૂર્ણ માહિતી. 
 

2020માં ધૂમ મચાવવા તૈયાર છે આ Smartphones, જાણો કિંમત અને ફીચર

નવી દિલ્હીઃ જો તમે પણ વિચારી રહ્યાં છો કે માર્ટેકમાં હાલમાં રહેલા સ્માર્ટફોન ખરીદો કે નવી ટેક્નોલોજીની રાહ જુઓ. તો અમે તમને જણાવીશું વર્ષ 2020માં આવનારા Smartphones વિશે. સાથે તમને જણાવશું તેની કિંમત અને ફીચર. વર્ષ 2019માં ઘણા સ્માર્ટફોન લોન્ચ થયા જેને ખુબ પસંદ કરવામાં આવ્યા છે. આઈફોન 11, સેમસંગ ગેલેક્સી A80 જેવા સ્માર્ટફોને ગ્રાહકો પર પોતાની છાપ છોડી છે. તો હવે જાણીએ વર્ષ 2020માં લોન્ચ થનારા શાનદાર સ્માર્ટફોન વિશે... 

fallbacks

Oppo Reno 3
ઓપ્પો રેનો 3ની કિંમત આશરે 34,000 રૂપિયાથી શરૂ થાય છે. આ ભાવ 8 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ મોડલના માનવામાં આવી રહ્યાં છે. આ ફોનના 12 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 36,999 રૂપિયા હશે. આ ફોનમાં ઓક્ટો કોર પ્રોસેસર અને 4020 mAh બેટરી હશે. 6.5 ઇંચ સ્ક્રીની ડિસ્પ્લે તમને આ ફોનમાં મળશે. 

Super Tips : બે અલગ મોબાઈલમાં એકસાથે ચલાવો એક WhatsApp એકાઉન્ટ

OnePlus 8 Pro
OnePlus 8 Pro માં 6.7 ઇંચની સુપર એમોલેડ ઈ3 કર્વ્ડ ડ્યૂલ પંચ હોલ ડિસ્પ્લે હશે. OnePlus 8 અને 8 Pro સ્માર્ટફોનમાં Snapdragon 865 પ્રોસેસર આપવામાં આવશે. 48 એમપી પ્રાઇમરી કેમેરા વાળા આ ફોવમાં 32 MPનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં 8 જીબી રેમની સાથે ઓક્ટા કોર પ્રોસેસર છે. 

Oppo Find X2
ભારતમાં ઓપ્પો ફાઇન્ડ x2ની કિંમત 72,990 રૂપિયા રહેવાની આશા છે. આ સ્માર્ટફોનમાં 4000 mAh બેટરી હશે. ઓપ્પોના આ ફોનની ખાસિયત તેનો ટ્રિપલ બેક કેમેરા જે  48MP + 12MP + 8MPનો છે. સાથે ડબલ ફ્રન્ટ 25MP + 2MP છે. આ ફોનની સ્ક્રીન 6.4 ઇંચ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More