ભારતીય બજારમાં ઘરેલું સ્ટાર્ટઅપ Zelo Electric એ પોતાનું નવું અને સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર Knight+ લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ ભારતનું અત્યાર સુધીનું સૌથી સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર છે અને તેમાં બધા જરૂરી સ્માર્ટ ફીચર્સ હાજર છે, જે સામાન્ય રીતે મોંઘા સ્કૂટરમાં મળે છે. Knight+ ખાસ કરીને તે ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે ઓછા બજેટમાં સારૂ પરફોર્મંસ અને ફીચર્સથી ભરપૂર સ્કૂટર ઈચ્છે છે.
કિંમત અને ફીચર્સ
Knight+ ની સૌથી મોટી ખાસિયત તેમાં ઓછી કિંમતમાં મળી રહેલા શાનદાર ફીચર્સ છે. માત્ર 59900 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત પર આ સ્કૂટર હિલ હોલ્ડ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, ફોલો-મી-હોમ હેન્ડલેમ્પ અને યુએસબી ચાર્જિંગ પોર્ટ જેવા એડવાન્સ ફીચર્સની સાથે આવે છે. તેમાં રિમૂવેબલ બેટરી આપવામાં આવી છે, જેથી તેને ચાર્જ કરવી સરળ બની જાય છે. આ સ્કૂટર 6 અલગ-અલગ કલર વિકલ્પમાં ઉપલબ્ધ છે, જેમ કે ગ્લોસી વ્હાઇટ, ગ્લોસી બ્લેક અને ડુઅલ-ટોન ફિનિશ, જે ખાસ કરીને યુવાઓને પસંદ આવશે.
બેટરી, રેંજ અને ટોપ સ્પીડ
Zelo Knight+ માં 1.8kWh ની પોર્ટેબલ LFP બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ બેટરી એકવાર ફુલ ચાર્જ થવા પર 100 કિલોમીટરની રિયલ વર્લ્ડ રેન્જ આપે છે. શહેરની જરૂરિયાત પ્રમાણે તેની ટોપ સ્પીડ 55 કિમી/કલાક રાખવામાં આવે છે, જેથી તે દરરોજ ઉપયોગ કરવા માટે સારો વિકલ્પ બને છે. આ સ્કૂટર તે લોકો માટે સારો વિકલ્પ બની શકે છે, જે પેટ્રોલની વધતી કિંમતોથી પરેશાન છે અને હવે ઈ-સ્કૂટર શોધી રહ્યાં છે.
આ પણ વાંચોઃ 10 લાખના બજેટમાં 6 એરબેગ સાથે આવતી 3 સુપરહિટ કાર, જુઓ લિસ્ટ
ડિલીવરી અને બુકિંગ
Knight+ 20 ઓગસ્ટ 2025થી શરૂ થઈ જશે. તેનું પ્રી-બુકિંગ દેશભરના Zelo ડીલરશિપમાં શરૂ થઈ ગયું છે. તેવામાં જો તમે સસ્તા બજેટમાં ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા માટે સારી તક છે.
Zelo Electric ના કો-ફાઉન્ડર મુકુંદ બહેતીએ આ તકે કહ્યું Knight+ માત્ર એક સ્કૂટર નથી, પરંતુ તે ભારતમાં સ્માર્ટ અને સ્વચ્છ મોબિલિટીને સુલભ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે સામાન્ય લોકોને સસ્તા ભાવમાં પ્રીમિયમ ક્વોલિટી અને એડવાન્સ ફીચર્સવાળા ઈલેક્ટ્રિક સ્કૂટર મળે. Knight+ ને આ વિચારની સાથે તૈયાર કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે