Home> Technology
Advertisement
Prev
Next

આ 7 Seater Car મચાવી રહી છે ધૂમ, વેચાણમાં 184 ટકાનો ઉછાળો, ફીચર્સ સામે તો ફોર્ચ્યુનર પણ ફેલ

7 Seater Car: આ કંપનીની 7 સીટર કારના વેચાણમાં 184 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ કાર લુક અને ફીચર્સની દ્રષ્ટિએ ફોર્ચ્યુનરથી પણ સારી માનવામાં આવે છે અને માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. 

આ 7 Seater Car મચાવી રહી છે ધૂમ, વેચાણમાં 184 ટકાનો ઉછાળો, ફીચર્સ સામે તો ફોર્ચ્યુનર પણ ફેલ

7 Seater Car: ટોયોટા કિર્લોસ્કર મોટર માટે મે 2023 વેચાણના મામલે શાનદાર મહિનો રહ્યો. આ કાર નિર્માતા કંપનીએ ગત માસમાં 19,379 યૂનિટ્સનું વેચાણ કર્યું. સાથે જ વાર્ષિક ગ્રોથ 89. 6 ટકા નોંધાવ્યો છે. આ કંપનીની 7 સીટર કારના વેચાણમાં 184 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ કાર લુક અને ફીચર્સની દ્રષ્ટિએ ફોર્ચ્યુનરથી પણ સારી માનવામાં આવે છે. 

fallbacks

આ પણ વાંચો: 

AC રિમોટથી બંધ કરો અને સ્વીચ રહેતી હોય આખી રાત ચાલુ તો લાઈટ બિલ આવશે મસમોટું

ઈંસ્ટગ્રામનું ઘેલું પડી શકે છે ભારે, આ જગ્યાઓ પર રીલ્સ બનાવશો તો ખાવી પડશે જેલની હવા

આખો દિવસ ચલાવશો AC તો પણ બિલ આવશે ઓછું, રૂમમાં લગાવી દો આ નાનકડું મશીન

Crysta અને  HyCross

કંપનીએ થોડા સમય પહેલા જ ઈનોવાના બે નવા વેરિયંટ Crysta અને  HyCross લોન્ચ કર્યા હતા. જૂની ક્રિસ્ટાને કંપની બંધ કરી ચુકી છે. ગત મહિનામાં ક્રિસ્ટાના નવા વેરિંયટના 7,776 યૂનિટ્સનું વેચાણ થયું હતું. જ્યારે મે 2022માં 2737 યૂનિટ્સ જ વેંચાયા હતા. આ રીતે આ વર્ષમાં ક્રિસ્ટાની સેલમાં 184 ટકાનો ઉછાળો આવ્યો છે. આ કાર 7 અને 8 સીટરના ઓપ્શનમાં આવે છે. 

ઈનોવા હાઈક્રોસની વાત કરીએ તો તેની કિંમત 18.55 લાખથી શરુ થાય છે અને 29.99 લાખ રુપિયા સુધી છે. જ્યારે ઈનોવા ક્રિસ્ટાની કિંમત 19.99 લાખ રુપિયાથી 23.43 લાખ રુપિયા સુધી જાય છે. 

Toyota Glanza

કંપનની પ્રીમિયમ હેચબેક કાર Glanza બીજા ક્રમે આવે છે. આ કારના 5,179 યૂનિટ્સનું વેચાણ ગત મહિનામાં થયું હતું. આ કારના વેચાણમાં પણ 75 ટકાનો ઉછાળો આવ્યો છે. 

Toyota Hyryder

કંપનની આ મિડ સાઈઝ એસયૂવી જે મારુતિ ગ્રેંડ વિટારા પર આધારિત છે તેના 3000 યૂનિટ્સનું વેચાણ ગત માસમાં થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More