Home> Technology
Advertisement
Prev
Next

ઇન્સ્ટાગ્રામ સસ્પેન્ડ કરી રહ્યું છે લોકોના એકાઉન્ટ? વોટ્સએપ બાદ આ સોશિયલ પ્લેટફોર્મ પર સમસ્યા

ઘણા ઇન્સ્ટાગ્રામ યૂઝર્સે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યૂઝર્સનું કહેવું છે કે તેના એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ઇન્સ્ટાગ્રામે આ વિશે માહિતી આપી છે. 

ઇન્સ્ટાગ્રામ સસ્પેન્ડ કરી રહ્યું છે લોકોના એકાઉન્ટ? વોટ્સએપ બાદ આ સોશિયલ પ્લેટફોર્મ પર સમસ્યા

નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા કલાકો સુધી વોટ્સએપ ડાઉન રહ્યું જેનાથી લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. હવે સોશિયલ નેટવર્કિંગ એપ ઇન્સ્ટાગ્રામની સાથે આવી સમસ્યા આવી છે. લોકોનો દાવો છે કે લોગઇન કરવા પર એકાઉન્ટ સસ્પેન્ડ હોવાનું નોટિફિકેશન જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો સ્ક્રીનશોટ શેર કરી રહ્યાં છે. તો શું ખરેખર ઈન્સ્ટાગ્રામ લોકોના એકાઉન્ટ સસ્પેન્ડ કરી રહ્યું છે?

fallbacks

ઇન્સ્ટાગ્રામની કમ્યુનિકેશન ટીમે ટ્વીટ કરી કહ્યું, અમને આ વાતની જાણકારી છે કે તમારૂ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક્સેસ કરવામાં સમસ્યા આવી રહી છે. અમે તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. પરેશાની માટે ખેદ છે. એક યૂઝરે લખ્યું- ઈન્સ્ટાગ્રામ આ શું થઈ રહ્યું છે? કોઈ કારણ વગર મારૂ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ. જ્યારે હું કોડ વેરિફાઈ કરવાનો પ્રયાસ કરૂ છું તો એરર દેખાડે છે. શું કોઈ અન્યને પણ આવી સમસ્યા થઈ રહી છે?

જાણકારો પ્રમાણે સામાન્ય રીતે આવું ત્યારે થાય છે જ્યારે સર્વર પર સાઇબર એટેક થાય છે. ટ્વિટરની સામે પણ આવી મુશ્કેલી આપી હતી. બાદમાં જાણવા મળ્યું કે હેકરે બેન્કેડનું એક્સેસ લઈ લીધુ હતું. પરંતુ કોઈપણ સોશિયલ પ્લેટફોર્મે હેકિંગની જાણકારી ક્યારેય આપી નથી. 

રિયલટાઇમ ઓનલાઇન આઉટેઝ ટ્રેકર ડાઉન ડિટેક્ટરની વાત કરીએ તો તેમાં દેખાડવામાં આવી રહ્યું છે કે છેલ્લા એક કલાકમાં આશરે 7 હજાર યૂઝર્સને આ પ્રકારની સમસ્યા આવી રહી હતી. જાણવા મળી રહ્યું છે કે ઘણા યૂઝર્સના ફોલોઅર પણ અચાનક ઘટવા લાગ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More