Home> Technology
Advertisement
Prev
Next

Free માં જોવા ઈચ્છો છો IPL? મળી ગયો જુગાડ, બસ કરવું પડશે આ સરળ કામ

JioHotstar પર મેચ જોવા માટે યુઝર્સે સબ્સક્રિપ્શન લેવાનું હોય છે કે પછી JioTV Premium  નું સબ્સક્રિપ્શન લઈ શકે છે, જેનાથી JioHotstar નું એક્સેસ મળી જાય છે. તો જિયોના કેટલાક પ્લાન એવા છે, જેમાં જિયો હોટસ્ટારનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે.

Free માં જોવા ઈચ્છો છો IPL? મળી ગયો જુગાડ, બસ કરવું પડશે આ સરળ કામ

ક્રિકેટ ફેન્સ આ દિવસોમાં  IPL 2025 ની મજા માણી રહ્યાં છે. આ સીઝનની ફાઇનલ મેચ 25 મેએ રમાશે. મેચ જોવા માટે લોકો ટીવી પર ટ્યુન કરી રહ્યાં છે કે પછી JioHotstar એપ અને વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમિંગની મજા લઈ રહ્યાં છે. JioHotstar પર મેચ જોવા માટે યુઝર્સને તેનું સબ્સક્રિપ્શન લેવાનું હોય છે કે પછી JioTV Premium નું સબ્સક્રિપ્શન લઈ શકે છે, જેનાથી તમને JioHotstar નું એક્સેસ મળી જાય છે. પરંતુ કેટલાક જિયો મોબાઈલ રિચાર્જ પ્લાન્સ એવા છે, જેમાં આ સબ્સક્રિપ્શન ફ્રીમાં મળી જાય છે.

fallbacks

હવે સવાલ થાય છે – JioTV Premium શું છે અને તે JioHotstar થી કઈ રીતે અલગ છે?
JioHotstar એક OTT પ્લેટફોર્મ છે, જ્યાં ખાસ કરી ડિઝ્ની+હોટસ્ટારની સામગ્રી મળે છે, જેમ કે આઈપીએલ, ફિલ્મો અને વેબ સિરીઝ. તો JioTV Premium એક પ્રકારનું ઓટીટી એગ્રીગેટર છે, જે ઘણા પ્લેટફોર્મની સામગ્રી એક એપમાં ઉપલબ્ધ કરાવે છે. તેમાં યુઝર્સને JioCinema Premium, Disney+ Hotstar, Sony LIV, ZEE5, Discovery+, Sun NXT, Lionsgate Play, Chaupal, Hoichoi, Planet Marathi અને Kanchha Lannka જેવા ઘણી રીઝનલ અને નેશનલ ઓટીટી પ્લેટફોર્મનું એક્સે મળે છે.

કયા-કયા જિયો પ્લાન્સમાં ફ્રી JioTV Premium મળે છે?
TelecomTalk અનુસાર હાલ બે Jio પ્રીપેડ પ્લાન્સ છે, જેમાં ફ્રી JioTV Premium સબ્સક્રિપ્શન મળે છે- Rs 445 અને Rs 175 વાળો પ્લાન.

આ પણ વાંચોઃ CNG માં આગ લાગવાની ઘટનાથી બચો, એક્સપર્ટસે આપેલી સલાહ અનુસરશો તો કંઈ નહિ થાય

Jio Rs 445 પ્લાન- આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS દરરોજ મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે. તેમાં યુઝર્સને અનલિમિટેડ 5જી ડેટા અને 50GB JioAICloud સ્ટોરેજ પણ મળે છે. સાથે જિયોની “Unlimited” ઓફર હેઠળ તેમાં 90 દિવસનું JioHotstar  સબ્સક્રિપ્શન પણ ફ્રી મળે છે.

Jio Rs 175 પ્લાન- આ એક ડેટા-ઓનલી ટોપ-અપ પ્લાન છે, જેમાં યુઝર્સને 28 દિવસ માટે 10જીબી ડેટા મળે છે. ડેટા ખતમ થયા બાદ સ્પીડ 64 Kbps થઈ જાય છે. તેમાં કોલિંગ કે એસએમએસનો લાભ મળતો નથી. પરંતુ JioTV Premium નું એક્સે મળે છે- તે બધા ઓટીટી પ્લેટફોર્મનું એક્સેસ જે 445 રૂપિયાના પ્લાનમાં આપવામાં આવે છે. આ પ્લાન ખાસ કરી તે યુઝર્સ માટે સારો છે જે પહેલાથી કોઈ જિયો પ્લાન ચલાવી રહ્યાં છે અને માત્ર એક્સ્ટ્રા ડેટા કે ઓટીટી કન્ટેન્ટનું એક્સેસ ઈચ્છે છે.

હાલમાં આ બે પ્લાન્સ છે જેમાં JioTV Premium નું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. જિયો તરફથી હજુ તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ભવિષ્યમાં અન્ય પ્લાન્સમાં તે સુવિધા આપવામાં આવશે કે નહીં, અથવા આ ઓફર કેટલા સમય સુધી રહેશે. જો તમે આઈપીએલની મજા માણવા ઈચ્છો છો તો જલ્દી આ પ્લાન્સને એક્ટિવ કરાવી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More