Smartphone Tips: આજે મોટાભાગના લોકોના હાથમાં સ્માર્ટફોન છે. સ્માર્ટફોન દ્વારા કલાકો લાગતા કામ મિનિટોમાં થઈ શકે છે. કેબ બુકિંગની સાથે ઈન્ટરનેટ બેન્કિંગ, મૂવી ટિકિટ, ફૂડ ઓર્ડર સ્માર્ટફોન દ્વારા સરળતાથી કરી શકાય છે. જો સ્માર્ટફોન ખરાબ થઈ જાય છે અથવા તેના ચાર્જિંગમાં કોઈ સમસ્યા છે, તો તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને તમારે તેને રિપેર કરાવવા માટે 1500 થી 2000 રૂપિયા ચૂકવવા પડી શકે છે.
જો સ્માર્ટફોનમાં ચાર્જિંગ કેબલ યોગ્ય રીતે કનેક્ટ ન થઈ રહ્યું હોય, તો કસ્ટમર કેયર અથવા તો કોઈપણ દુકાનદારને પૈસા આપતા પહેલા તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવી શકો છો. ખરેખર ઘણી વખત એવું બને છે કે ચાર્જિંગ પોર્ટમાં કચરો ભેગો થઈ જાય છે. આના કારણે ચાર્જિંગ કેબલ યોગ્ય રીતે કનેક્ટ થતો નથી. ચાલો તમને જણાવીએ કે તમે ચાર્જિંગ પોર્ટમાંથી કેવી રીતે ગંદકી દૂર કરી શકો છો.
ઓલ પિનમાં રૂ લપેટીને કરો સાફ
જો ચાર્જિંગ પોર્ટમાં કચરો ફસાઈ ગયો હોય, તો ઓલ પીનમાં પહેલા રૂને સારી રીતે લપેટો. ત્યારબાદ ચાર્જિંગ પોર્ટને સારી રીતે સાફ કરો. રૂની સાથે જે પણ કચરો હશે તેને ચાર્જિંગ પોર્ટ પરથી દૂર થઈ જશે.
ટૂથબ્રશ કરશે મદદ
આ સિવાય તમે ટૂથ બ્રશની મદદથી ચાર્જિંગ પોર્ટને સાફ કરી શકો છો. ચાર્જિંગ પોર્ટ પર ટૂથબ્રશને હળવા હાથે ઘસો. આમ કરવાથી ચાર્જિંગ પોર્ટમાં જમા થયેલો કચરો સાફ થઈ જશે.
હેર ડ્રાયરની મદદ લો
આ સિવાય તમે ચાર્જિંગ પોર્ટને સાફ કરવા માટે હેર ડ્રાયરની મદદ લઈ શકો છો. હેર ડ્રાયરને ચાર્જિંગ પોર્ટની સામે ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ સુધી રાખો. આમ કરવાથી ચાર્જિંગ પોર્ટની અંદર એકઠા થયેલા કચરાને સરળતાથી દૂર કરી શકાય છે.
આ ટિપ્સ અપનાવીને તમે ચાર્જિંગ પોર્ટને જાતે સાફ કરી શકો છો અને ચાર્જિંગ પોર્ટ બદલવાનો ખર્ચ બચાવી શકો છો. આ ઉપરાંત, ચાર્જિંગ કેબલને પણ સરળતાથી ચાર્જિંગ પોર્ટ સાથે કનેક્ટ કરી શકાય છે. જો કે, આ ટિપ્સ અપનાવતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે