Home> Technology
Advertisement
Prev
Next

Jio નો સૌથી સસ્તો પ્લાન! દરરોજ 5 રૂપિયા આપવા પર મળશે Unlimited Calling, Data

Jio 1899 Recharge કરાવવા પર તમને 336 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ, ડેટાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. તમારા માટે આ પ્લાન બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં તમારે દરરોજ 5 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. 

Jio નો સૌથી સસ્તો પ્લાન! દરરોજ 5 રૂપિયા આપવા પર મળશે  Unlimited Calling, Data

નવી દિલ્હીઃ Jio તરફથી નવા પ્લાન ઓફર કરવામાં આવી રહ્યાં છે. જો તમે પણ નવો પ્લાન સર્ચ કરી રહ્યાં છો તો જિયોનો Unlimited Calling Plan તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. ખાસ વાત છે કે તમે તેને માત્ર My Jio એપથી રિચાર્જ કરાવી શકો છો. કોઈપણ થર્ડ પાર્ટી એપ પર આ પ્લાન ઉપલબ્ધ નથી. 

fallbacks

Jio 1899 Recharge Plan 
આ એક એવો પ્લાન છે, જેમાં યુઝર્સને 336 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે દરરોજ માત્ર 5 રૂપિયા આપવા પર તમને અનલિમિટેડ કોલિંગ, ડેટા અને એસએમએસ મળે છે. પરંતુ તેમાં ડેટા 24 જીબી મળે છે. પરંતુ આ પ્લાન તેવા યુઝર્સ માટે સારો વિકલ્પ છે જેની કોલિંગની જરૂરીયાત વધારે છે, પરંતુ ડેટાનો ઉપયોગ ખુબ ઓછો થાય છે. 

આ પણ વાંચોઃ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સરળ બન્યું! RTO ગયા વગર જ મળશે આ લાઇસન્સ, જાણો નિયમો

આ પ્લાનની એવરેજ કાઢવામાં આવે તો દરરોજ યુઝર્સને 5 રૂપિયા પ્રમાણે ખર્ચ આવે છે. ત્યારબાદ તમારે 336 દિવસ સુધી કોલિંગની ચિંતા કરવાની જરૂર નથી. તેને કંપની એનુઅલ પ્લાનના નામે વેચે છે. પરંતુ આ પ્લાન પહેલા માત્ર 1599 રૂપિયામાં મળી રહ્યો હતો, પરંતુ 3 જુલાઈએ જિયોએ ભાવ વધારો કર્યાં બાદ તેની કિંમત 1899 રૂપિયા થઈ ગઈ છે.

એટલે કે જો તમારે લાંબી વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને મર્યાદિત ડેટાની જરૂર હોય તો આ પ્લાન તમારા માટે એક સારો વિકલ્પ છે. આ પ્લાનમાં યુઝર્સને ફ્રી એસએમએસની સુવિધા તો આપવામાં આવી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More