Home> Technology
Advertisement
Prev
Next

Jio નો ધમાકો! 912.5GB ડેટા, 365 દિવસની વેલિડિટી, સાથે મળશે OTT નો ફાયદો

રિલાયન્સ જિયોએ પોતાના રિચાર્જ પ્લાન્સમાં ફેરફાર કર્યાં છે. 3999 રૂપિયા અને 3599 રૂપિયાના પ્રીપેડ પ્લાન્સમાં અનલિમિટેડ વોયસ કોલ, 100 એસએમએસ અને 2.5GB ડેટા દરરોજ મળે છે. બંને પ્લાન્સની વેલિડિટી 365 દિવસ છે. આ પ્લાન્સ ઓટીટી સબ્સક્રિપ્શન પણ ઓફર કરે છે. 
 

Jio નો ધમાકો! 912.5GB ડેટા, 365 દિવસની વેલિડિટી,  સાથે મળશે OTT નો ફાયદો

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો તરફથી સમય-સમય પર રિચાર્જ પ્લાન્સમાં ફેરફાર કરવામાં આવે છે. પરંતુ આ વચ્ચે ઘણા એવા પ્લાન્સ હોય છે, જેના પર આપણે ધ્યાન આપતા નથી. આજે અમે તમને એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. કારણ કે આશરે બે મહિના પહેલા જિયોએ પોતાના રિચાર્જ પ્લાન્સની કિંમતમાં વધારો કર્યો હતો. ત્યારબાદ યૂઝર્સ સસ્તા પ્લાન શોધી રહ્યાં છે. જિયો તરફથી આવા પ્લાન હજુ ઓફર કરવામાં આવી રહ્યાં છે.

fallbacks

Jio 3999 Prepaid Plan-
Jio તરફથી 3999 રૂપિયાનો પ્રીપેડ પ્લાન આપવામાં આવે છે. આ જિયોનું સૌથી મોંઘુ રિચાર્જ છે. તેમાં અનલિમિટેડ વોઇસ કોલ, 100 SMS દરરોજ અને 2.5જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્રમાણે જુઓ તો કુલ  912.5GB ડેટા મળે છે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. સાથે તેમાં હાઈ-સ્પીડ 5જી ડેટા પણ આપવામાં આવે છે. તેવામાં ઈન્ટરનેટને લઈને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સાથે આ પ્લાન ઓટીટી સબ્સક્રિપ્શન પણ ઓફર કરે છે. તેવામાં આ પ્લાન તમારા માટે બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે. 

આ પણ વાંચોઃ હમણા જ લોન્ચ થયેલો iPhone 16 તમને 25000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળી શકે છે, ખાસ જાણો

Jio 3599 Prepaid Plan-
જિયોના આ પ્લાનની વાત કરીએ તો તે પણ તમારા માટે સારો સાબિત થઈ શકે છે. તેમાં દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ સિવાય અનલિમિટેડ 5જી ડેટા પણ આપવામાં આવે છે. યૂઝર્સને કુલ  912.5GB ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાનનો દર મહિનાનો ખર્ચ લગભગ 276 રૂપિયા આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને કુલ 1 વર્ષ એટલે કે 365 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More