Home> Technology
Advertisement
Prev
Next

Jio એ કર્યો ધમાકો! 160 થી ઓછી કિંમતમાં અનલિમિટેડ કોલિંગ, ડેટા, સાથે મળશે આ લાભ

Jio 479 પ્લાનની વાત કરીએ તો તે ખુબ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. ખાસ કરી એવા યૂઝર્સ માટે જે ઓછી કિંમતમાં કોઈ સારો પ્લાન શોધી રહ્યાં છે. તેમાં તમને ઘણી ખાસિયત આપવામાં આવે છે, જે તેને બધાથી અલગ બનાવે છે. 
 

Jio એ કર્યો ધમાકો! 160 થી ઓછી કિંમતમાં અનલિમિટેડ કોલિંગ, ડેટા, સાથે મળશે આ લાભ

Jio એ તાજેતરમાં રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. ત્યારબાદ તમારે બેનિફિટ્સ મેળવવા માટે વધુ કિંમત ચુકવવી પડતી હતી. આજે અમે તમને એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જે ઘણા બેનિફિટ્સ સાથે આવે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે અને તેને ખરીદવા માટે તમારે જિયોની સત્તાવાર સાઇટ કે My Jio App પર જવું પડશે. 

fallbacks

Jio 479 Recharge Plan-
Jio નો આ પ્લાન ખરીદવા માટે તમારે My Jio App કે Jio ની સાઇટ પર જવું પડશે. અહીં તમને 84 દિવસના રિચાર્જ પ્લાનમાં જશો તો આ પ્લાન જોવા મળશે. મહત્વનું છે કે અન્ય કોઈ એપ પરથી તમે આ પ્લાન ખરીદી શકશો નહીં. આ પ્લાન પેટીએમ, ફોન પે કે અન્ય કોઈ એપથી ખરીદી શકાશે નહીં. આ રિચાર્જ માટે તમારે જિયો સાઇટનો સહારો લેવો પડશે. તેવામાં આ તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. 

આ પણ વાંચોઃ બજેટ રાખો તૈયાર, માર્કેટમાં જલ્દી ધમાલ મચાવવા આવી રહી છે 2 નવી SUV,અહીં જાણો વિગત

બેનિફિટ્સ
જિયોનો આ પ્લાન ખરીદશો તો તેની વેલિડિટી 84 દિવસ મળવાની છે. તેમાં કુલ 6GB Data આપવામાં આવે છે. સાથે અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. કુલ 1000 SMS આપવામાં આવે છે અને આ સાથે જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે. તેમાં જિયો ટીવી, જિયો સિનેમાનું સબ્સક્રિપ્શન પણ મળે છે. આ કારણ છે કે પ્લાન યૂઝર્સ માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે, જે ઓછી કિંમતમાં કોઈ રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છે. આ દ્રષ્ટીએ જુઓ તો તમારે દર મહિને 159 રૂપિયા ચુકવવા પડશે. 

તમને જાણીને નવાઈ લાગશે કે ફાસ્ટ ઈન્ટરનેટ સપ્લાય માટે મુકેશ અંબાણી તરફથી જિયોનો નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેમાં Under Sea કેબલ પર કામ શરૂ કરવામાં આવ્યું છે અને સુપરફાસ્ટ ઈન્ટરનેટ માટે મુંબઈ અને ચેન્નઈમાં ડેટા સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. એકવાર તેની શરૂઆત થયા બાદ યૂઝર્સને સુપરફાસ્ટ ઈન્ટરનેટ મળી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More