Home> Technology
Advertisement
Prev
Next

Jio યૂઝર્સની બલ્લે-બલ્લે, 808 રૂપિયાના પ્લાનમાં મળશે ફ્રી હોટસ્ટાર, ડેટા અને કોલિંગનો પણ ફાયદો

દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોની પાસે પોતાના યૂઝર્સ માટે અનેક પ્લાન ઉપલબ્ધ છે. જિયો યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાનમાં ડેટા, કોલિંગ સાથે અન્ય બેનિફિટ્સ પણ આપવામાં આવે છે. 

Jio યૂઝર્સની બલ્લે-બલ્લે, 808 રૂપિયાના પ્લાનમાં મળશે ફ્રી હોટસ્ટાર, ડેટા અને કોલિંગનો પણ ફાયદો

નવી દિલ્હીઃ Jio New Recharge Plan 2023: રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સ માટે હંમેશા સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કરે છે. કંપની ખાસ કરીને પોતાના યૂઝર્સને ખુશ કરવાની કોઈ તક છોડતી નથી અને શાનદાર ઓફર્સ ઉપલબ્ધ કરાવતી રહે છે. એકવાર ફરી જિયો 808 રૂપિયાનો ધાડક પ્લાન લઈને આવ્યું છે, જેમાં ઘણી સુવિધા આપવામાં આવી રહી છે.

fallbacks

Jio 808 Recharge Plan Detail
જિયો યૂઝર્સને 808 રૂપિયાના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. તેમાં તમને ત્રણ મહિના માટે  Disney+ Hotstar નું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. સાથે તેમાં દરરોજ 2 જીબી ડેટા એટલે કે પ્લાનમાં કુલ 168GB ડેટા આપવામાં આવી રહ્યો છે. જિયોના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને એસએમએસનો લાભ આપવામાં આવી રહ્યો છે. કંપની પ્લાનમાં jio cinema, jio TV, Jio Cloud અને ડિઝ્ની પ્લસ હોટસ્ટારનું મોબાઇલ સબ્સક્રિપ્શન આપી રહી છે.

Jio 328 Plan or 758 Plan Detail
જિયોનો આ બેસિક પ્લાન છે, જે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં તમને 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા અને 3 મહિના માટે ડિઝ્ની પ્લસ હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચોઃ Satellite Smartphone: સિગ્નલ રહે કે જાય, બંધ નહી થાય સ્માર્ટફોન, જાણો શું છે ખાસિયત

તો વાત 758 રૂપિયાના પ્લાનની કરીએ તો તેમાં દરરોજ 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા મળી રહ્યો છે. સાથે ત્રણ મહિના માટે હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. 

જો તમે પણ આવો પ્લાન શોધી રહ્યાં છો તો તમને ઘણા નવા રિચાર્જ પ્લાન જોવા મળી જશે. જેમાં તમને વધુ વેલિડિટી, ડેટા અને અન્ય બેનિફિટ્સ પણ મળી રહ્યાં છે. જેને તમે કંપનીની વેબસાઇટ પર જોઈ ભરપૂર ફાયદો ઉઠાવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More