Home> Technology
Advertisement
Prev
Next

Jio એ ફરી શરૂ કર્યો 98 રૂપિયાવાળો પ્લાન, અનલિમિડેટ કોલ, દરરોજ 1.5 GB ડેટા

જીયોએ એક વર્ષ બાદ પોતાનો લોકપ્રિય 98 રૂપિયાવાળો પ્લાન ફરી શરૂ કર્યો છે. પરંતુ કંપનીએ આ વખતે તેની વેલિડિટી ઘટાડી દીધી છે. 

Jio એ ફરી શરૂ કર્યો 98 રૂપિયાવાળો પ્લાન, અનલિમિડેટ કોલ, દરરોજ 1.5 GB ડેટા

નવી દિલ્હીઃ દેશમાં Jio યૂઝર્સની સંખ્યા કરોડોમાં છે. તેવામાં કંપની પણ ગ્રાહકોને લલચાવવા ઓફર આપતી રહે છે. હાલમાં જીયોએ પોતાના યૂઝર્સ માટે 98 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan) ફરી શરૂ કર્યો છે. 98 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન એક વર્ષ કરતા વધુ સમય બાદ બીજીવાર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હવે કંપનીએ તેમાં વેલિડિટી ઘટાડી દીધી છે. 

fallbacks

Validity માં થયો ઘટાડો
આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળતી હતી પરંતુ હવે 98 રૂપિયાના પ્લાનમાં માત્ર 14 દિવસની વેલિડિટી મળશે. તમને જણાવી દઈએ કે 98 રૂપિયાના આ જીયો પ્લાનમાં  1.5GB ડેટા દરરોજ મળશે. તેવામાં 14 દિવસની અંદર ગ્રાહકોને 21 જીબી ડેટા મળશે. જે જીયોનો સૌથી સસ્તો ઓલ-ઇન-વન પ્લાન પણ હશે. આ સાથે અનલિમિટેડ કોલિંગનો પણ લાભ મળશે. દરરોજના ડેટાની લિમિટ પૂરી થયા બાદ ઇન્ટરનેટની સ્પીડ ઘટીને 64Kbps થઈ જશે. સાથે ગ્રાહકોને કોલ ઉપરાંત જીયો ટીવી, જીયો સિનેમા, જીયો ન્યૂઝ જેવી એપ્સનું ફ્રી એક્સેસ મળશે. પરંતુ કંપની આ પ્લાનમાં ફ્રી એસએમએસ આપી રહી નથી. 

આ પણ વાંચોઃ Google ઉપર તમે Photos મુક્યા હોય તો સૌથી પહેલાં આ સમાચાર વાંચી લેજો, નહીં તો પસ્તાશો

અહીં મળશે પ્લાન
નવો 98 રૂપિયાવાળો પ્લાન ગ્રાહક જીયોની સત્તાવાર વેબસાઇટ અને માયજીયો એપ પરથી ખરીદી શકે છે. સાથે ગ્રાહક આ પ્લાનને ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવી થર્ડ પાર્ટી એપથી પણ ખરીદી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More