Home> Technology
Advertisement
Prev
Next

Jio-Airtel ના રિચાર્જ થશે મોંઘા, 5G Internet યૂઝર્સને પણ લાગશે ઝટકો

જિયો અને એરટેલના નવા રિપોર્ટ અનુસાર 2024માં કંપનીઓ પોતાના 5જી પ્લાન્સની કિંમતમાં 5-10 ટકાનો વધારો કરી શકે છે અને 30-40% એડિશનલ ડેટાનો ઓપ્શન આપી શકે છે. આ સાથે 5G યૂઝર્સ માટે ચાલી રહેલી ઓફર સમાપ્ત કરી શકે છે.

Jio-Airtel ના રિચાર્જ થશે મોંઘા,  5G Internet યૂઝર્સને પણ લાગશે ઝટકો

નવી દિલ્હીઃ Jio અને  Airtel વચ્ચે હંમેશા ટક્કર જોવા મળે છે. પછી ભલે પ્લાન્સ હોય કે નેટવર્ક... દરેક વસ્તુને લઈને બંને કંપનીઓ વચ્ચે ટક્કર રહે છે. 5જી યૂઝર્સને આ સમાચારથી થોડો ઝટકો લાગી શકે ચે. 2024માં થોડા મહિના બાદ એરટેલ અને જિયો અનલિમિટેડ 5G Data Plan ખતમ કરવા જઈ રહ્યાં છે. આ સાથે પ્લાન્સની કિંમતમાં 5-10% સુધીનો વધારો કરી શકાય છે. 

fallbacks

નવા રિપોર્ટ પ્રમાણે 4G ટેરિફની મદદથી પણ કંપનીઓ રેવેન્યૂ ગ્રોથ વધારવા પર ભાર આપી રહી છે. નોંધનીય છે કે ઓક્ટોબર 2022માં જિયો અને એરટેલે 5G સર્વિસ લોન્ચ કરી હતી. ત્યારબાદ 4G ઈન્ટરનેટની કિંમતમાં યૂઝર્સને 5જી નેટવર્ક આપવામાં આવી રહ્યું છે. પરંતુ હવે અનલિમિટેડ 5જી ઓફર જલ્દી ખતમ થવાની છે. કારણ કે બંને કંપનીઓ 5જી સર્વિસના પ્લાન્સમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. 

આ પણ વાંચોઃ જિયોનો સસ્તો પ્લાન, માત્ર 219 રૂપિયામાં મળશે 44GB ડેટા અને સાથે ફ્રી કોલિંગ

બંને કંપનીઓ ભારતમાં 5જીને લઈને સતત કામ કરી રહી છે. જિયો અને એરટેલના 125 મિલિયનથી વધુ યૂઝર્સ છે. 2024માં 5જી યૂઝર્સની સંખ્યા 200 મિલિયન પાર થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર બંને કંપનીઓ પોતાની 5જી સર્વિસમાં 5-10 ટકાનો વધારો કરી શકે છે. માર્કેટ શેર વધારવા માટે 30-40% એડિશનલ ડેટા ઓપ્શન પણ આપવામાં આવી શકે છે.

2 વર્ષ પહેલા વધી હતી કિંમત
રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2024માં મોબાઈલ ટેરિફમાં 20 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. હકીકતમાં તેનાથી કંપનીઓ RoCE માં સુધાર કરવા ઈચ્છે છે. છેલ્લે નવેમ્બર 2021માં જિયો, એરટેલ અને વોડાએ પોતાના ટેરિફ પ્લાનની કિંમતમાં 19-25% નો વધારો કર્યો હતો. પરંતુ ત્યારબાદ કંપનીઓએ પોતાના પ્લાન્સમાં કોઈ ફેરફાર કર્યો નથી. હવે તેમાં ફેરફાર થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More