Home> Technology
Advertisement
Prev
Next

3 મહિના માટે Jio નો સૌથી સસ્તો પ્લાન, મળશે અનલિમિટેડ કોલિંગ અને અન્ય બેનિફિટ્સ

દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પાસે ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે વિવિધ રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. આજે અમે તમને એક પ્લાનની માહિતી આપીશું.

3 મહિના માટે Jio નો સૌથી સસ્તો પ્લાન, મળશે અનલિમિટેડ કોલિંગ અને અન્ય બેનિફિટ્સ

Jio Plan: રિલાયન્સ જિયો પાસે અનેક રિચાર્જ પ્લાન હાજર છે. કંપનીના પ્લાન અલગ-અલગ કિંમત અને બેનિફિટ્સ સાથે આવે છે. અહીં અમે તમને એક સ્પેશિયલ રિચાર્જ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ.

fallbacks

જિયોના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને ત્રણ મહિના (84 દિવસ) ની વેલિડિટી મળશે. આ કંપનીનો સૌથી સસ્તો પ્લાન છે. જિયોનો આ પ્લાન જિયોના પોર્ટલ પર લિસ્ટેડ છે. આ પ્લાનની કિંમત 448 રૂપિયા છે.  જિયોના આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળશે. આ સિવાય લોકલ અને એસટીડી કોલ સામેલ છે.

જિયોના આ પ્લાનમાં યુઝર્સને કુલ 1000 એસએમએસનો લાભ મળશે.  આ સિવાય યુઝર્સને કેટલીક એપ્સનું કોમ્પ્લીમેન્ટ્રી એક્સેસ મળે છે. તેમાં Jio, Jio Cinema, Jio Cloud નું એક્સેસ મળે છે.  આ પ્લાનમાં યુઝર્સને જિયો સિનેમા પ્રીમિયમનું સબ્સક્રિપ્શન મળશે નહીં. તે માટે યુઝર્સે અલગથી પૈસા ચુકવવા પડશે.

આ પણ વાંચોઃ તમારા સિવાય બીજુ કોઈ કરે છે Facebookનો ઉપયોગ? આ રીતે પડશે ખબર, કરો એક ઝાટકે લોગઆઉટ

TRAI નો ઓર્ડર
TRAI એ એક આદેશમાં ભારતમાં કામ કરી રહેલી બધી ટેલિકોમ કંપનીઓને માત્ર કોલિંગ અને એસએમએસવાળા પ્લાન્સ લોન્ચ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ જિયો સહિત ઘણી કંપનીઓએ માત્ર કોલિંગવાળા પ્લાન્સ લોન્ચ કર્યાં છે. જિયોનો આ પ્લાન જિયો પોર્ટલ અને Myjio App ની અંદર પ્રીપેડ રિચાર્જની કેટેગરીમાં જવું પડશે. ત્યારબાદ વેલ્યુ કેટેગરી જોવા મળશે. તેની અંદર તમને 448 રૂપિયાનો પ્લાન મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More