Home> Technology
Advertisement
Prev
Next

Jio નો ધાંસૂ પ્લાન, 90 દિવસ સુધી અનલિમિટેડ 5G ડેટા, સાથે મળશે ફ્રી કોલિંગ અને OTT એપ

દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પાસે વિવિધ કેટેગરીમાં રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જિયો ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે પ્લાન ઓફર કરે છે. આજે અમે તમને જિયોના 3 મહિનાની વેલિડિટી સાથે આવતા પ્લાનની માહિતી આપીશું. 

Jio નો ધાંસૂ પ્લાન, 90 દિવસ સુધી અનલિમિટેડ 5G ડેટા, સાથે મળશે ફ્રી કોલિંગ અને OTT એપ

Reliance Jio એ ટેરિફ વધાર્યા બાદ ઘણા એવા પ્લાન પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કર્યો છે, જે અન્ય ટેલીકોમ કંપનીઓના મુકાબલે ફાયદાકારક છે. કંપની ત્રણ મહિનાના એવા ઘણા પ્લાન ઓફર કરે છે, જેમાં ઈન્ટરનેટ ડેટા અને ફ્રી બેનિફિટ્સ મળે છે. લોન્ગ ટર્મ વેલિડિટીની ઈચ્છા રાખનાર ગ્રાહકો માટે આ પ્લાન ખુબ સસ્તા સાબિત થઈ શકે છે. આજે અમે તમને જિયોના આવા એક પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જે લાંબી વેલિડિટી સાથે ભરપૂર ડેટા અને અનલિમિટેડ કોલિંગ આપે છે.

fallbacks

Reliance Jio એ પોતાના પ્રીપેડ યુઝર્સ માટે એક ધાંસૂ અનલિમિટેડ કોલિંગ પ્લાન રજૂ કર્યો છે, જેમાં 90 દિવસની વેલિડિટી મળી રહી છે. તેને  MyJio App કે Jio Official Website પરથી 899 રૂપિયામાં ખરીદી શકાય છે. આ પ્લાનમાં યુઝર્સને 90 દિવસની એટલે કે 3 મહિનાની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. એટલે કે કંપની કુલ 180 જીબી ડેટા આપી રહી છે. સાથે યુઝર્સને એક્સ્ટ્રા 20 જીબી ડેટા ફ્રી આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ટાટાની આ પાવરફુલ કાર પર મળી રહ્યું છે 1.35 લાખનું ડિસ્કાઉન્ટ, જલ્દી ઉઠાવો ફાયદો

આ સિવાય અનલિમિટેડ કોલિંગ પ્લાન હોવાને કારણે યુઝર કોઈપણ નેટવર્ક પર વાત કરી શકે છે. આ પ્લાનમાં દરરોજ 100SMS ફ્રી મોકલવાની સુવિધા મળે છે. ડેટા ખતમ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64kbps થઈ જશે. એટલું જ નહીં આ પ્લાનમાં યુઝર્સને  Unlimited 5G ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ સાથે તમે જિયો એપ્સની મજા લઈ શકો છો.

જિયોનો આ પ્લાન JioTV, JioCloud એપ્સના સબ્સક્રિપ્શન સાથે આવે છે. જિયોટીવી પર તમે વિવિધ શોનો આનંદ લઈ શકો છો. પ્લાનની સાથે મળનાર JioCloud એસ એક્સેસ તમને એક્સ્ટ્રા સ્ટોરેજ આપે છે. એટલે કે પ્લાનમાં તમને તમારી જરૂરીયાત મુજબ દરેક સુવિધા મળી રહી છે. વધુ જાણકારી માટે તમે કંપનીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More