Home> Technology
Advertisement
Prev
Next

Jio ના નવા પ્લાને માર્કેટમાં મચાવી ધૂમ, 200GB ડેટા અને 3 મહિનાની વેલિડિટી, જાણો કિંમત

રિલાયન્સ જિયો પોતાના સસ્તા ભાવમાં સૌથી વધુ ફાયદા આપતા પ્લાન ઓફર કરે છે. કંપનીએ તાજેતરમાં પોતાના લિસ્ટમાં એક પ્લાન સામેલ કર્યો છે. જિયોનો આ પ્લાન ઓફર્સનો બંડલ પેક છે. તેમાં ફ્રી કોલિંગથી લઈને ધમાકેદાર ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. 

Jio ના નવા પ્લાને માર્કેટમાં મચાવી ધૂમ, 200GB ડેટા અને 3 મહિનાની વેલિડિટી, જાણો કિંમત

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની છે. દેસભરમાં આશરે 45 કરોડથી વધુ લોકો રિલાયન્સ જિયોના સિમનો ઉપયોગ કરે છે. જિયો પોતાના યૂઝર્સને અલગ-અલગ ઓફર્સની સાથે ઘણા પ્રકારના પ્લાન્સની સુવિધા આપે છે. આ માટે કંપનીએ પોતાના રિચાર્જ પોર્ટફોલિયોને ઘણી કેટેગરીમાં ડિવાઇડ કરી રાખ્યું છે. જિયોએ પોતાના લિસ્ટમાં સૌથી લાંબી વેલિડિટીવાળા પ્લાન્સને એડ કરી રાખ્યા છે. જો તમે જિયોની લાંબી વેલિડિટીવાળો પ્લાન શોધી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે.

fallbacks

તમને જણાવી દઈએ કે રિયાલન્સ જિયોએ હંમેશા ઓછા ભાવમાં ગ્રાહકોને વધુ બેનિફિટ્સવાળી ઓફર આપતું રહે છે. તેથી કંપની પોતાના સત્તા પ્લાનમાં પણ યૂઝર્સને દમદાર ઓફર્સ આપે છે. જિયોએ થોડા સમય પહેલા પોતાના લિસ્ટમાં એક નવો પ્લાન સામેલ કર્યો છે, જે તે યૂઝર્સ માટે ઉપયોગી છે જેને વધુ ડેટાની જરૂર પડે છે. આવો તમને જિયોના આ પ્લાનની જાણકારી આપીએ.

જિયોના લિસ્ટનો સૌથી દમદાર પ્રીપેડ પ્લાન
જિયોના આ પ્લાનમાં યૂઝર્સને વધુ ડેટા મળે છે. સાથે કંપની ફ્રી કોલિંગ, એસએમએસ અને બીજા ઘણા ફાયદા આપે છે. તમને એક કિંમતમાં ઘણા ફાયદા મળી જાય છે. અમે જિયોના જે પ્રીપેડ પ્લાનની વાત કરી રહ્યાં છીએ તે 749 રૂપિયાનો છે. તેમાં એકથી એક દમદાર ઓફર મળે છે.

જો તમે પણ તમારા જિયો નંબર પર 749 રૂપિયાના પ્લાનથી રિચાર્જ કરાવો છો તો તમને તેમાં 90 દિવસની લાંબી વેલિડિટી મળી જાય છે. તમને સાથે ત્રણ મહિના સુધી રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ મળી જાય છે. જો તમે લાંબી વેલિડિટીવાળો પ્લાન શોધી રહ્યાં છો તો આ એક સારો વિકલ્પ છે. તેમાં તમને અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળશે.

આ પણ વાંચોઃ રેકોર્ડતોડ! એક વર્ષમાં આ કંપનીએ તાબડતોડ વેચી 20 લાખ કાર, જાણો વિગત

200GB ડેટા વાળી શાનદાર ઓફર
આ પ્લાનમાં યૂઝર્સને કંપની ખુબ ડેટા આપી રહી છે. જિયો 90 દિવસ માટે યૂઝર્સને દરરોજ 2જીબી ડેટાની ઓફર કરે છે. એટલે કે તેમાં કુલ 180 જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનની સૌથી ખાસ વાત છે કે તેને કંપનીએ પોતાના પોર્ટફોલિયોમાં ક્રિકેટ ઓફર હેઠળ એડ કર્યો છે. તેથી કંપની યૂઝર્સને એક્સ્ટ્રા 20 જીબી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનમાં તમને કુલ 200 જીબી ડેટા મળશે. 

કંપની આપી રહી છે ફ્રી 5G ડેટા
જિયોનો આ પ્લાન અનલિમિટેડ ટ્રુ 5G ડેટા પણ ઓફર કરે છે. જો તમારા ક્ષેત્રમાં 5G નેટવર્કનું એક્સેસ છે તો તમે અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શકો છો. જિયો પોતાના યૂઝર્સને અન્ય બેનિફિટ્સ પણ આપી રહ્યું છે. જેમાં તમને 90 દિવસ સુધી જિયો સિનેમાનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. આ સાથે જિયો ટીવી અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More