Home> Technology
Advertisement
Prev
Next

Jio Fiber Broadband Plan ને મળી માત, આ કંપની Rs 499 માં આપી રહી છે 200Mbps સ્પીડ અને ફ્રી કેબલ

Asianet નો 2999 નો લોન્ગ ટર્મ પ્લાન 200Mbps સ્પીડ અને 6 મહિનાની વેલિડિટીની સાથે આવે છે. આ પ્લાનમાં કુલ મળીને 1200GB ની FUP સીમા છે. તેનો અર્થ એ છે કે આ પ્લાનમાં 200GB ની માસિક સીમા છે. આ પ્લાનમાં FUP અનલિમિટેડ ડેટા 2Mbps ની સ્પીડ મળે છે. તેનો અર્થ સીમા ખતમ થયા બાદ પણ 2Mbps ની સ્પીડ પર ડેટા મળશે.

Jio Fiber Broadband Plan ને મળી માત, આ કંપની Rs 499 માં આપી રહી છે 200Mbps સ્પીડ અને ફ્રી કેબલ

નવી દિલ્હી: Jio Fiber Broadband Plan ના 5 સપ્ટેબરને સત્તાવાર રીતે લોન્ચ થતાં પહેલાં જ ઇન્ટરનેટ બ્રોડબેન્ડની કંપનીઓએ પોતાની તૈયાર શરૂ કરી દીધી છે. એક રિપોર્ટ અનુસાર Asianet બ્રોડબેન્ડ Rs 499 ના પ્લાનમાં 200Mbps સ્પીડ ઓફર કરી રહી છે. કંપનીના ગ્રાહકોને કુલ 3 બ્રોડબેન્ડ પ્લાન્સનો વિકલ્પ આપ્યો છે. તેમાં Rs 1,499, Rs 2,499 અને Rs 2,999 ના પ્લાનનો સમાવેશ છે. આ બધી બ્રોડબેન્ડ પ્લાન્સમાં 200Mbps સ્પીડ આપવામાં આવી રહી છે. Rs 1499 નો પ્લાન 2 મહિનાની વેલિડિટી સાથે આવે છે. Rs 2499 નો પ્લાન 4 મહિનાની વેલિડિટી સાથે આવશે. 

fallbacks

ઇલેક્ટ્રિક એસયૂવી બાદ આજે લોન્ચ થશે Hyundai ની નવી હેચબેક કાર

Asianet નો 2999 નો લોન્ગ ટર્મ પ્લાન 200Mbps સ્પીડ અને 6 મહિનાની વેલિડિટીની સાથે આવે છે. આ પ્લાનમાં કુલ મળીને 1200GB ની FUP સીમા છે. તેનો અર્થ એ છે કે આ પ્લાનમાં 200GB ની માસિક સીમા છે. આ પ્લાનમાં FUP અનલિમિટેડ ડેટા 2Mbps ની સ્પીડ મળે છે. તેનો અર્થ સીમા ખતમ થયા બાદ પણ 2Mbps ની સ્પીડ પર ડેટા મળશે. ટેલીકોમ ટોક્સની રિપોર્ટના અનુસાર કુલ મળીને તમને 200Mbps બ્રોડબેન્ડ પ્લાનમાં 200GB FUB પ્રતિ મહિને Rs 499 ની કિંમતમાં મળી રહી છે. 

ટૂંક સમયમાં લોન્ચ થશે Redmi Note 8, હોઇ શકે છે 64MP નો કેમેરો, જાણો અન્ય ફીચર્સ

Jio Fiber Broadband Plan Effect: Rs 1499 ના બ્રોડબેન્ડ પ્લાનમાં ગ્રાહકોને 1000GB FUP સીમા સાથે 2 મહિના એટલે કે 60 દિવસોની વેલિડિટી મળે છે. તેનો અર્થ કે આ પ્લાનમાં 500GB દર મહિને મળશે. Rs 2499 ના પ્લાનમાં 300GB FUP સીમા પ્રતિ મહિને મળે છે. આ પ્લાન 4 મહિનાની વેલિડિટી સાથે આવે છે. તેનો અર્થ તેમાં કુલ 1200GB સીમા મળે છે. રિપોર્ટ્સના અનુસાર, કંપની બધા બ્રોડબેન્ડ પ્લાન્સની સાથે ફ્રી કેબલ ટીવી સેવા પણ મળે છે. કંપની આ વિશે ટૂંક સમયમાં વધુ જાણકારી ઉપલબ્ધ કરાવશે. 

Paytm યૂઝર્સ માટે જરૂરી સમાચાર, આ એક ભૂલથી ખાલી થઇ જશે તમારું એકાઉન્ટ

તાજેતરમાં જ Hathway Broadband એ પણ Rs 699 નો પ્લાન રજૂ કર્યો છે. તેમાં 100Mbps ની સ્પીડ આપવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર Hathway ના 150Mbps ના પ્લાનમાં ફેરફાર કરી તેની કિંમત Rs 1499 પ્રતિ મહિના કરી દીધી છે. આ પગલું Reliance JioGigaFiber અથવા Jio Fiber આવ્યા બાદ લેવામાં આવ્યું છે. Rs 699 ના પ્લાનમાં યૂજર્સને FUP હેઠળ 1TB ડેટા મળે છે. સીમા ખતમ થતાં ડેટા સ્પીડ 3Mbps સુધી રહી જાય છે. આ પ્લાન હાલ સિલેક્ટેડ શહેરોમાં ઉપલબ્ધ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More