Home> Technology
Advertisement
Prev
Next

JIO આપી રહ્યું છે એક મહિનાનું FREE રિચાર્જ, દરેક યૂઝર્સ માટે આવી મોટી OFFER

Jio Free Recharge Offer: આપણા દેશમાં ટેલીકોમ કંપનીઓની કમી નથી, પરંતુ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની રિલાયન્સ જિયો (Reliance Jio)પોતાના સસ્તા પ્લાન્સની સાથે એક ખાસ ઓળખ બનાવી છે. 

JIO આપી રહ્યું છે એક મહિનાનું FREE રિચાર્જ, દરેક યૂઝર્સ માટે આવી મોટી OFFER

નવી દિલ્હીઃ જિયો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની છે, જેના ભારતમાં કરોડો યૂઝર્સ છે. જ્યારે મુકેશ અંબાણીએ જિયોની શરૂઆત કરી હતી, ત્યારે કંપનીએ પોતાના દરેક યૂઝર્સ માટે પોતાની સુવિધાઓને 1 વર્ષ સુધી ફ્રી રાખી હતી. 

fallbacks

સૌથી સસ્તા દરે રિચાર્જ
રિલાયન્સ જિયોના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાન્સ આજે પણ સસ્તા દરે મળે છે. આ કારણ છે કે દેશભરમાં જિયોને ખુબ પસંદ કરવામાં આવે છે. આ વચ્ચે રિલાયન્સ જિયો સમય-સમય પર પોતાના ગ્રાહકો માટે નવા-નવા પ્લાન્સ (Jio Free 1 Month Recharge Holi Offer)લઈને આવતું રહે છે. 

1 મહિલાનું જિયો રિચાર્જ ફ્રી
જિયોના આ પ્લાન્સમાંથી આજે અમે તમને એક એવા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ જેમાં તમે 1 મહિનાના રિચાર્જના પૈસા બચાવી શકો છો. એટલે કે જિયોના આ પ્લાનમાં લગભગ 1 મહિનાનું રિચાર્જ સાવ ફ્રી મળે છે. જો તમે પણ એક મહિનાનું રિચાર્જ ફ્રી કરાવવા ઈચ્છો છો તો અમારા આ આર્ટિકલને અંત સુધી જરૂર વાંચો.

આ પણ વાંચોઃ ઘરબેઠા લાખો રૂપિયા થશે દર મહિને કમાણી! YouTubeથી  કમાણી કરવી છે તો આ પ્રોસસ કરો

Jio નું 1 મહિનાનું ફ્રી રિચાર્જ કઈ રીતે મળશે?
જિયો કંપનીના રિચાર્જ પ્લાન્સમાં એક 2999 રૂપિયાનો પ્લાન છે, જેમાં 365 દિવસ સુધી અનલિમિટેડ કોલ્સ, દરરોજ   2.5 GB ડેટા અને 100SMS ની સુવિધા દરરોજ મળે છે. કંપનીએ હાલમાં જિયોના આ પ્લાનમાં કેટલાક ફેરફાર કર્યાં છે. આ ફેરફારો હેળથ તમે લગભગ 1 મહિનાનું રિચાર્જ સાવ ફ્રી મેળવી શકો છો. કંપનીના નવા પ્લાનની વાત કરીએ તો તેમાં હવે 2999 રૂપિયામાં 2.5જીબી ડેટા દરરોજ, અનલિમિટેડ કોલ્સ અને 100SMS ની સુવિધાને 365 દિવસથી વધારી 388 દિવસ કરી દેવામાં આવી છે. 2999 પ્લાનમાં જિયો યૂઝર્સને 23 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી મળે છે. તેવામાં તમે વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો આ પ્લાન સબ્સક્રાઇબ કરી 23 દિવસની વધારાની વેલિડિટી મેળવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More