Home> Technology
Advertisement
Prev
Next

Jio એ લોન્ચ કર્યો 222 રૂપિયાનો નવા પ્લાન, હવે ડેટા પૂર્ણ થવાની ચિંતા નહીં

Reliance Jio તરફથી 222 રૂપિયાની કિંમતનો નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનની સાથે યૂઝર્સને 50જીબી એક્સ્ટ્રા ડેટાનો ફાયદો મળશે અને તેની વેલિડિટી વર્તમાન પ્રીપેડ પ્લાન જેટલી હશે. 

Jio એ લોન્ચ કર્યો 222 રૂપિયાનો નવા પ્લાન, હવે ડેટા પૂર્ણ થવાની ચિંતા નહીં

નવી દિલ્હીઃ Fifa World Cup 2022 ને સેલિબ્રિટ કરતા ભારતીય ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ એક નવો ઈન્ટરનેટ ડેટા પ્લાન યૂઝર્સ માટે લોન્ચ કર્યો છે. આ પેકની કિંમત 222 રૂપિયા રાખવામાં આવી છે અને તે યૂઝર્સને વધારાનો ડેટા આપવા માટે લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનનું નામ 'ફુટબોલ વર્લ્ડ કપ ડેટા પેક' રાખવામાં આવ્યું છે. 

fallbacks

ભલે કંપનીએ પ્લાનનું નામ 'ફુટબોલ વર્લ્ડ કપ ડેટા પેક'  રાખ્યું હોય પરંતુ તેનો ફાયદો ગ્રાહકોને ફિફા વિશ્વકપ પૂર્ણ થયા બાદ પણ મળશે. આ પ્લાનનો ફાયદો પ્રીપેડ યૂઝર્સને મળશે અને તેની વેલિડિટી તેના વર્તમાન પ્લાન જેટલી હશે. એટલે કે નવા પ્લાનની સાથે કોલિંગ કે વેલિડિટીનો વધારાનો ફાયદો મળશે નહીં. 

નવા પ્લાનમાં મળશે 50જીબી હાઈ સ્પીડ ડેટા
પોતાના પ્રીપેડ નંબર પર 222 રૂપિયાના નવા પ્લાનથી રિચાર્જ કરાવનાર ગ્રાહકોને 50જીબી હાઈ-સ્પીડ ડેટાનો ફાયદો મળશે. તે વધારાનો ડેટા યૂઝર્સને MyJio એપમાં જોવા મળશે અને તેની વેલિડિટી વર્તમાન પ્રીપેડ પ્લાન જેટલી હશે. એટલે કે વર્તમાન પ્રીપેડ પ્લાન 30 દિવસ બાદ પૂરો થવાનો છે તો આ ડેટા પ્લાન પણ 30 દિવસ બાદ સમાપ્ત થઈ જશે. 

આ પણ વાંચોઃ Vi ના 2 શાનદાર પ્લાન લોન્ચ, એક વર્ષની વેલિડિટી, દરરોજ 2 GB ડેટા અને ફ્રી Calling

જો તમારા ડેટી પ્લાનમાં મળનાર ડેટા પૂરો થઈ જાય છે તો અત્યારે બીજા દિવસની રાહ જોવી પડે છે, જેનાથી ડેટા રિન્યૂ થઈ શકે. આ પ્લાનથી રિચાર્જ કરાવવાની સ્થિતિમાં ડેલી ડેટા પૂર્ણ થવાનો ડર રહેશે નહીં અને આ પ્લાનમાં મળનાર એક્સ્ટ્રા ડેટા લાગૂ થઈ જશે. 

બીજી કંપનીઓના મુકાબલે સસ્તો એક્સ્ટ્રા ડેટા
જો નવા પ્લાનની વાત કરીએ તો 1જીબી એક્સ્ટ્રા ડેટા માટે યૂઝર્સે આશરે 4.44 રૂપિયા ખર્ચ કરવા પડશે. બાકી કંપનીઓના મુકાબલે આ પ્લાન સસ્તો ડેટા આપી રહી છે કારણ કે એરટેલ યૂઝર્સે 50જીબી ડેટા માટે 301 રૂપિયા ખર્ચ કરવા પડે છે અને 1જીબી ડેટા મેળવવા માટે ખર્ચ 6 હજાર રૂપિયાથી વધુ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More