Home> Technology
Advertisement
Prev
Next

જિયોનો સૌથી સસ્તો પ્લાન, 149 રૂપિયામાં ડેટા અને કોલિંગની મજા, સાથે OTT ફ્રી

રિલાયન્સ જિયોની પાસે પોતાના ગ્રાહકો માટે અનેક સસ્તા પ્લાન ઉપલબ્ધ છે. આ પ્લાનમાં તમે માત્ર 149 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગની સાથે ડેટાનો ફાયદો ઉઠાવી શકો છો. આ પ્લાન તે લોકો માટે બેસ્ટ છે, જે ડેટાનો ઉપયોગ ઓછો કરે છે. 

જિયોનો સૌથી સસ્તો પ્લાન, 149 રૂપિયામાં ડેટા અને કોલિંગની મજા, સાથે OTT ફ્રી

નવી દિલ્હીઃ Reliance Jio cheapest Plan: દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની હંમેશા તે વાતનો ખ્યાલ રાખે છે કે ગ્રાહકોને ઓછા ભાવમાં વધુ બેનિફિટ્સ મળે. રિલાયન્સ શરૂઆતથી ગ્રાહકોને સસ્તા રિચાર્જ પ્લાન્સ ઉપલબ્ધ કરાવે છે. જિયોની પાસે દરેક કેટેગરીના ગ્રાહકો માટે રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જો તમારે વધુ ડેટાની જરૂર હોય તો તમે ડેટા પેક પસંદ કરી શકો છો. જો કોલિંગની વધુ જરૂર હોય તો તે પ્રમાણે પેકની પસંદગી કરી શકો છો. આજે અમે તમને જિયોના એક સસ્તા પ્લાન વિશે માહિતી આપવાના છીએ, જેમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ડેટા બંનેનો ફાયદો મળે છે.

fallbacks

રિલાયન્સ જિયોના જે પેકની અમે વાત કરી રહ્યાં છીએ તે માત્ર 149 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં જિયો પોતાના ગ્રાહકોને ઓછા ભાવમાં શાનદાર બેનિફિટ્સ આપે છે. જિયોના યૂઝર્સ આ પ્લાનને ખુબ પસંદ પણ કરે છે. આ પ્લાનમાં કોલિંગ અને ડેટાની જરૂરીયાત પૂરી થઈ જાય છે. આવો આ પ્લાનના બેનિફિટ્સ વિશે જાણીએ.

આ પણ વાંચોઃ ક્યાંથી કમાય છે ગૂગલ બાબા ? સર્વિસ ફ્રી છતાં અબજોની આવક: દરેક સર્ચ પર છાપે છે નોટો

રિચાર્જ પ્લાનમાં મળશે આ ફાયદા
જો તમે જિયોના નંબર પર 149 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો આ પ્લાનમાં તમને દરરોજ 1GB ડેટા મળે છે. આ સાથે તમે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો પણ ઉઠાવી શકો છો. આ સાથે પ્લાનમાં જિયો સિનેમાનું ફ્રી સબ્સક્રિપ્શન પમ મળી જાય છે, જેમાં તમે કોઈ વધારાના ચાર્જ વગર ફ્રી ઓટીટી પ્લેટફોર્મની મજા માણી શકો છો. 

આ સાથે પ્લાનમાં કંપની જિયો ટીવી અને જિયો ક્લાઉડનું પણ સબ્સક્રિપ્શન આપે છે. જો આ પ્લાનમાં મળનાર વેલિડિટીની વાત કરીએ તો યૂઝર્સને 20 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન તે લોકો માટે બેસ્ટ છે જેને ઓછી વેલિડિટીની જરૂર હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More