Home> Technology
Advertisement
Prev
Next

2 મહિનાનો રિચાર્જ પ્લાન ફ્રી, રિલાયન્સ જિયોએ આ યૂઝર્સ માટે લોન્ચ કરી નવી ઓફર

દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સ માટે એક નવી સ્કીમ જાહેર કરી છે. કંપની પોતાના યૂઝર્સને 2 મહિનોનો પ્લાન ફ્રી આપી રહી છે.

 2 મહિનાનો રિચાર્જ પ્લાન ફ્રી, રિલાયન્સ જિયોએ આ યૂઝર્સ માટે લોન્ચ કરી નવી ઓફર

નવી દિલ્હીઃ Jio Free Recharge Plan Offer: રિલાયન્સ જિયો દેશમાં ટેલીકોમ સેક્ટરની સૌથી મોટી કંપની છે. જિયોની પાસે આ સમયે સૌથી વધુ ગ્રાહક છે. પોતાના ગ્રાહકની જરૂરીયાત માટે કંપની સમય-સમય પર નવી ઓફર્સ રજૂ કરે છે. જિયોએ પોતાના યૂઝર્સ માટે એક ધમાકેદાર ઓફર રજૂ કરી છે, જેને જાણીને તમે ખુશ થઈ જશો. સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કર્યા બાદ હવે કંપની પોતાના યૂઝર્સને 2 મહિનાનો રિચાર્જ પ્લાન ફ્રી આપી રહી છે.

fallbacks

તમને જણાવી દઈએ કે જિયો પ્રીપેડ, પોસ્ટપેડ, બ્રોડબેન્ડ, એર ફાઈબર જેવા અલગ-અલગ સેગમેન્ટમાં ઘણી કેટેગરી બનાવી રાખી છે. જિયોએ પ્રીપેડ સેગમેન્ટમાં રહેલા Jio Bharat Phone માટે ધમાકેદાર ઓફર રજૂ કરી છે. જો તમે પણ ફ્રીમાં બે મહિનાનો રિચાર્જ પ્લાન લેવા ઈચ્છો છો તો તમારી પાસે જિયો ભારત ફોન હોવો જરૂરી છે.

આ પણ વાંચોઃ તમારા Smartphone માં જોવા મળી રહી છે આ સાઇન, તો સમજી લો તમારો ફોન થઈ ગયો છે હેક

આ લોકોને મળશે ફ્રી રિચાર્જ પ્લાન
નોંધનીય છે કે તમારી પાસે JioBharat 4G ફોન છે અને તમે તમારા નંબર પર 234 રૂપિયાવાળું 2 મહિનાનું રિચાર્જ કરાવો તો તમને કંપની તરફથી 2 મહિનાનો ફ્રી પ્લાન મળશે. પરંતુ આ ઓફર માત્ર તે યૂઝર્સને મળશે જેણે JioBharat 4G ફોન 1 એપ્રિલ કે ત્યારબાદ ખીદ્યો હશે.

બીજા નેટવર્કવાળા આ રીતે ઉઠાવે ફાયદો
રિલાયન્સ જિયો તરફથી રજૂ આ લેટેસ્ટ ઓફરની સૌથી મોટી વાત છે કે આ તે યૂઝર્સને પણ મળશે જે બીજા નંબરનું સિમ ઉપયોગ કરે છે અને જિયોમાં તેને પોર્ટ કરાવે છે. કંપની જિયો ભારત 4જી ફોનવાળા યૂઝર્સને 234 રૂપિયાના રિચાર્જમાં 2 મહિના માટે દરરોજ  0.5GB ડેટા ઓફર કરે છે. જો તમે આ પ્લાન લો તો ધ્યાનમાં રહે કે રિચાર્જ કરાવ્યાના આશરે 15 દિવસ બાદ બે મહિનાની એક્સ્ટ્રા વેલિડિટી તમારા નંબર પર એક્ટિવ કરી દેવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More