Home> Technology
Advertisement
Prev
Next

વાહ! 90 દિવસ સુધી માણો ડેટા અને કોલિંગની મજા, સાથે મળશે આ એપ્સનું ફ્રી એક્સેસ


90 દિવસ સુધી રિચાર્જની ઝંઝટમાંથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો જિયોનો 899 રૂપિયાવાળો પ્લાન તમારા માટે બેસ્ટ છે. કંપની આ પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ બેનિફિટની સાથે આવે છે. 

વાહ! 90 દિવસ સુધી માણો ડેટા અને કોલિંગની મજા, સાથે મળશે આ એપ્સનું ફ્રી એક્સેસ

નવી દિલ્હીઃ યૂઝર્સ આજકાલ લાંબી વેલિડિટીવાળા પ્લાન્સને ખુબ પસંદ કરી રહ્યાં છે. આ પ્લાનમાં વારંવાર મોબાઇલ રિચાર્જ  કરાવવાની ચિંતામાંથી છુટકારો મળી જાય છે. જો તમે પણ સસ્તો ભાવમાં લાંબી વેલિડિટીવાળો એક પ્લાન શોધી રહ્યાં છો તો રિલાયન્સ જિયો (Reliance Jio) ની પાસે તમારા માટે એક જબરદસ્ત ઓપ્શન છે. અમે વાત કરી રહ્યાં છીએ જિયોના 899 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનની. આ પ્લાનમાં તમને 90 દિવસની વેલિડિટી સાથે ઘણા શાનદાર એડિશનલ બેનિફિટ મળશે. આવો જાણીએ. 

fallbacks

899 રૂપિયાવાળા પ્લાનમાં મળનાર લાભ
કંપની આ પ્લાનમાં 90 દિવસની વેલિડિટી આપી રહી છે. જિયોનો આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને ડેલી 100 ફ્રી એસએમએસની સાથે આવે છે. ઈન્ટરનેટ યૂઝ કરવા માટે આ પ્લાનમાં તમને દરરોજ 2.5 જીબી હિસાબે ટોટલ 225 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં એલિજિબલ સબ્સક્રાઇબર્સને 5જી ડેટા પણ ઓફર કરવામાં આવી રહ્યો છે. પ્લાનમાં કંપની જિયો ટીવી અને જિયો સિનેમા જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપી રહી છે. 

આ પણ વાંચો઼- 36 કરોડથી વધુ યૂઝર્સને લાગશે ઝટકો, મોંઘા થઈ જશે રિચાર્જ પ્લાન, કંપનીએ શરૂ કરી તૈયારી

આ પ્લાનમાં 388 દિવસ સુધી 2.5 જીબી ડેટા
જિયો પોતાના 2999 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા ઓફર કરી રહ્યું છે. કંપનીનો પ્લાન 75જીબી એક્સ્ટ્રા ડેટા સાથે આવે છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. ઓફર હેઠળ 23 દિવસની વધુ વેલિડિટી આપવામાં આવે છે. તેનાથી આ પ્લાનની વેલિડિટી 388 દિવસની થઈ જાય છે. પ્લાનમાં તમને દેશભરમાં તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસ મળશે. આ પ્લાનમાં પણ જિયો ટીવી અને જિયો સિનેમા એપનું ફ્રી એક્સેસ આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More