Home> Technology
Advertisement
Prev
Next

કરોડો Jio યૂઝર્સ સાવધાન! જો આ નંબરથી મિસ્ડ કોલ આવે તો ભૂલેચૂકે Call Back ન કરતા, નહીં તો ખિસ્સા ખાલી થશે

રિલાયન્સ જિયોએ પોતાના કરોડો મોબાઈલ યૂઝર્સને એક અલગ પ્રકારના સ્કેમ અંગે ચેતવ્યા છે. જો તમે પણ રિલાયન્સ જિયો યૂઝ કરતા હોવ તો આ માહિતી ખાસ જાણો. premium rate service scam શું છે અને તેને કેવી રીતે અંજામ અપાય છે તે પણ જાણો. 

કરોડો Jio યૂઝર્સ સાવધાન! જો આ નંબરથી મિસ્ડ કોલ આવે તો ભૂલેચૂકે Call Back ન કરતા, નહીં તો ખિસ્સા ખાલી થશે

રિલાયન્સ જિયોએ એક નવી એડવાઈઝરી બહાર પાડી છે જેમાં તેમણે મોબાઈલ યૂઝર્સને એક નવા પ્રકારના ફ્રોડ અંગે સાવચેત કર્યા છે. આ ફ્રોડમાં આંતરરાષ્ટ્રીય નંબરોથી મિસ કોલ આવે છે. જો તમે આ નંબરો પર કોલબેક કરો તો તમારા ફોન બિલમાં ખુબ મોટો ચાર્જ લાગી શકે છે. આથી તમારે આ સ્કેમથી બચવાની જરૂર છે. આ સ્કેમ શું છે અને કેવી રીતે કામ થાય છે તે ખાસ જાણો...

fallbacks

શું છે આ premium rate service scam?
પ્રીમિયમ રેટ સર્વિસ સ્કેમમાં યૂઝર્સને અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબરોથી મિસ્ડ કોલ આવે છે. જો યૂઝર્સ આ નંબરો પર કોલબેક કરે તો તેને પ્રીમિયમ રેટ સર્વિસસાથે જોડવામાં આવે છે. આ સર્વિસ પર કોલ કરવા માટે પ્રતિ મિનિટ ખુબ વધુ ચાર્જ લાગે છે. 

કેવી રીતે કામ કરે છે સ્કેમ
આ ફ્રોડમાં તમને અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબરોથી મિસ્ડ કોલ આવે છે. જ્યારે તમે આ નંબરો પર કોલબેક કરો તો તમને એવી સેવા સાથે જોડવામાં આવે છે જેના પર કોલ કરવા માટે વધુ પૈસા લાગે છે. 

કેવી રીતે ઓળખશો આ સ્કેમ
આ ફ્રોડમાં તમને એવા નંબરોથી ફોન આવે છે જેમનો દેશનો કોડ તમે ઓળખી શકતા નથી. ફ્રોડ મોટાભાગે એવા દેશ કોડનો ઉપયોગ કરે છે જેની ઓળખ નહીં થઈ શકે, જેનાથી કોલ અસલી લાગી શકે અને તમે આ નંબરો પર કોલબેક કરો. 

કેવી રીતે સુરક્ષિત રહેવું
'+91' સિવાયના કોઈ પણ અન્ય દેશકોડવાળા નંબરો પર કોલબેક કરતા સાવધાની રાખવી. જો તમારા માટે એ નંબર અજાણ્યો નહોય તો તે નંબર તમે રિસિવ કરી શકો. શંકાસ્પદ નંબરોથી વારંવાર આવનારા કોલને રોકવા માટે તમારે ફોનમાં બ્લોકનો વિકલ્પ વાપરવો જોઈએ. પછી ભલે તે સ્થાનિક નંબર હોય કે આંતરરાષ્ટ્રીય. અજાણ્યા નંબરોથી આવનારા કોલનો જવાબ ન આપો કે પછી તેના પર કોલબેક પણ ન કરો. તમારા પરિવાર અને સહકર્મીઓને આ ફ્રોડ વિશે જણાવો જેથી કરીને તેને ફેલાતા રોકી શકાય. म

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More