Home> Technology
Advertisement
Prev
Next

Jioની સરપ્રાઈઝ! આ રિચાર્જમાં જિયો હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન ફ્રી, મફતમાં જોઈ શકશો IPL 2025 લાઈવ સ્ટ્રીમિંગ

Jio Best Plan: Jioના આ પ્લાન સાથે તમે મફત IPL લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો, જાણો રિચાર્જ પ્લાન વિશે જે દરરોજ 2GB ડેટા ઓફર કરે છે.

Jioની સરપ્રાઈઝ! આ રિચાર્જમાં જિયો હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન ફ્રી, મફતમાં જોઈ શકશો IPL 2025 લાઈવ સ્ટ્રીમિંગ

Jio Best Plan: જિયો અને હોટસ્ટારના જ્યોઈન્ટ વેન્ચરવાળા JioHotstarને આખરે લાઇવ કરવામાં આવ્યું છે. Jio Hotstar એ વિશિષ્ટ OTT પ્લેટફોર્મ છે જે ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) બન્નેને લાઈવ-સ્ટ્રીમ કરશે. આ વખતે ભારતમાં ખૂબ જ લોકપ્રિય આ બે ટુર્નામેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે. Jio Hotstar પ્લાનની કિંમત 149 રૂપિયાથી શરૂ થાય છે. જો કે, જો તમે Jio ગ્રાહક છો, તો Jio Hotstarનું મફત સબ્સ્ક્રિપ્શન મેળવવાની એક રીત છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે, Jioના 949 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં Jio Hotstar સબસ્ક્રિપ્શન ફ્રી આપવામાં આવી રહ્યું છે.

fallbacks

અમાસ પર બુધ ગોચરથી બની રહ્યો છે આ શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિઓને મળશે અપાર ધન!

949 રૂપિયાનો Jio રિચાર્જ પ્લાન
Jio.com પર અપડેટેડ લિસ્ટિંગ અનુસાર દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની તેના ગ્રાહકોને JioHotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન આપી રહી છે. Jio Hotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શનની કિંમત 149 રૂપિયા છે જે તમે 949 રૂપિયાના Jio રિચાર્જ પ્લાન સાથે મફતમાં મેળવી શકો છો. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે અને તે દરરોજ 2GB હાઇ-સ્પીડ 4G ડેટા ઓફર કરે છે.

આ સિવાય ગ્રાહકોને આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા પણ મળે છે. Jioના આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સ અને દરરોજ 100 SMS જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

ઓમ જાપના ચમત્કારી ફાયદા! ડોક્ટરે કર્યો મોટો ખુલાસો, હૃદય-મન પર પડે છે અદ્ભુત પ્રભાવ

Jio Hotstar સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ
Jio Hotstar Mobile પ્લાન એડ-સપોર્ટેડ છે અને એક સમયે ફક્ત એક જ મોબાઇલ ડિવાઈસ પર યુઝર્સ કોન્ટેન્ટ ઍક્સેસ કરી શકે છે. મોબાઇલ યુઝર્સ આ સબ્સ્ક્રિપ્શન સાથે લાઇવ સ્પોર્ટ્સ, લેટેસ્ટ મૂવી અને Disney+ ઓરિજિનલનો આનંદ માણી શકે છે. જો કે, સ્ટ્રીમિંગ 720p રિઝોલ્યુશન સુધી મર્યાદિત છે.

જ્યારે વાત કરીએ સુપર પ્લાનની વાત કરીએ તો 299 રૂપિયાના પ્લાનની વેલિડિટી 3 મહિનાની છે. આમાં મોબાઈલ, વેબ અને સ્માર્ટ ટીવી પર 1080 પિક્સલ રિઝોલ્યુશનમાં સ્ટ્રીમિંગ કરી શકાય છે. આ સિવાય બે ડિવાઇસ પર એકસાથે કન્ટેન્ટ જોવાનું પણ શક્ય છે.

ડાયાબિટીસ સહિત આ 4 સમસ્યામાં રામબાણ છે પનીરના ફૂલ, આ લોકોએ જરૂર કરવું જોઈએ સેવન!

Jio Hotstarના સૌથી પ્રીમિયમ પ્લાન વિશે વાત કરીએ તો, ત્રણ મહિનાની વેલિડિટી સાથેનો સૌથી પ્રીમિયમ પ્લાનમાં એડ-ફ્રી એક્સપીરિયન્સ અને 4K રિઝોલ્યુશન સુધી સ્ટ્રીમિંગની સુવિધા આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More
;