નવી દિલ્હીઃ Reliance Jio ભારતની દિગ્ગજ ટેલીકોમ કંપનીઓમાંથી એક છે. જીયોના પોર્ટફોલિયોમાં દરેક રેન્જના પ્રીપેડ પ્લાન હાજર છે. તેમાં યૂઝર્સને હાઈ-સ્પીડ ડેટાથી લઈને અનલિમિટેડ કોલિંગ સુધીની ઓફર મળે છે. જો તમે તમારા માટે સસ્તા પ્લાનની શોધ કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. અહીં આજે અમે તમને કંપનીના 129 રૂપિયા વાળા પ્લાનમાં મળતી સેવાની માહિતી આપવાના છીએ.
જીયોનો (Jio) 129 રૂપિયા વાળો પ્લાન Affordable Packs કેટેગરીમાં હાજર છે. આ પ્રીપેડ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. સેવાઓની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને 2GB ડેટા અને 300SMS મળશે. યૂઝર્સ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. આ સાથે યૂઝર્સને પ્લાનમાં જીયો પ્રીમિયમ એપનું સબ્સક્રિપ્શન આપવામાં આવશે.
આ પણ વાંચોઃ WhatsAPP ની ટક્કરમાં Modi સરકારની દેશી Messeging App, આ રીતે કરો Download
Jio અને Airtel ને લાગ્યો ઝટકો
કેન્દ્ર સરકારે હાલમાં 5G નેટવર્કને લઈને મોટુ નિવેદન આપ્યું છે. સરકાર પ્રમાણે દેશમાં આ વર્ષે 5G ને રોલઆઉટ કરવું સંભવ નથી. ભારતમાં તેનો પ્રારંભ 2022માં થઈ શકે છે. સંસદીપ પેનલના રિપોર્ટ પ્રમાણે આગામી છ મહિના બાદ એક અન્ય સ્પેક્ટ્રમની હરાજી થવાની છે. ત્યારબાદ જ ભારતમાં 5G ને આગામી વર્ષે રોલઆઉટ કરી શકાશે.
સંસદીય પેનલના રિપોર્ટથી Reliance ના ચેરમેન મુકેશ અંબાણીની યોજનાઓને જોરદાર ઝટકો લાગ્યો છે. આ પહેલા મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે, જીયો વર્ષ 2021ના બીજા ક્વાર્ટર સુધી ભારતમાં 5જી સર્વિસને લોન્ચ કરશે. અંબાણીના નિવેદન પ્રમાણે 5G સર્વિસમાં જીયો સૌથી આગળ રહેશે. તો આ વર્ષે Airtel તરફથી પણ 5G સર્વિસની હૈદરાબાદમાં કોમર્શિયલ નેટવર્ક પર સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવી છે. ટેલિકોમ કંપનીઓએરટેલ અને જીયોએ 5G ની તૈયારી પૂર્ણ કરી લીધી છે. આ બન્ને કંપનીઓ માત્ર સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે