Kia Cars: ભારતીય બજારમાં આમ તો કિઆની ગાડીઓને ખુબ પસંદ કરવામાં આવે છે. આ બ્રાન્ડની બધી ગાડીઓનું વેચાણ ઠીક-ઠાક થઈ રહ્યું છે. કિઆની પોપુલર કોમ્પેક્ટ એસયુવી સોનેટને 7000થી વધુ લોકોએ ખરીદી, તો મિડ સાઇઝ એસયુવી સેલ્ટોસને પણ 6000 લોકોએ બુક કરી છે. પરંતુ કિઆની ફ્લેગશિપ ઈલેક્ટ્રિક એસયુવી EV6 ને આ વર્ષના પ્રથમ મહિનામાં એકપણ ગ્રાહક મળ્યો નથી. તમને જણાવી દઈએ કે કિઆ EV6 એક 5-સીટર ઈલેક્ટ્રિક કાર છે.
ઈન્ટીરિયર ફીચર્સ
કિઆ EV6 માં 12.3 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમની સાથે સાથે ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરનો ઓપ્શન આપવામાં આવ્યો છે. આ સિવાય તેમાં 14 સ્પીકર મેરેડિયન સાઉન્ડ સિસ્ટમ, ડ્યુલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, વેન્ટીલેટેડ અને પાવર્ડ ફ્રંટ સીટ, વાયરલેસ ફોન ચાર્જિંગ સિવાય સનરૂફના ફીચર્સ મળી જાય છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 60.97 લાખ રૂપિયા છે. તો તેના ટોપ મોડલની કિંમત 65.97 લાખ રૂપિયા સુધી જાય છે.
આ પણ વાંચોઃ વોટ્સએપ વાપરતા હોવ તો સાવધાન! અનેક લોકોના એકાઉન્ટ થયા હેક, મેટાએ કર્યું કન્ફર્મ
સેફ્ટી અને ફીચર્સ
સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો આ કારમાં 8 એરબેગ, ઈલેક્ટ્રિક સ્ટેબિલિટી કંટ્રોલ, ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ, ADAS ટેક્નોલોજી, અડોપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ જેવા શાનદાર ઓપ્શન મળી જાય છએ. આ કારનો મુકાબલો માર્કેટમાં રહેલી બીએમડબ્લ્યૂ i4 અને હ્યુન્ડઈ આયનિક 5 જેવી ઈવીથી કરવામાં આવે છે.
પાવરટ્રેન
આ કારના પાવરટ્રેનની વાત કરીએ તો તેમાં 77.4kWh નું બેટરી પેક આપવામાં આવ્યું છે. કિઆનો દાવો છે કે આ ઈલેક્ટ્રિક એસયુવીને સિંગલ ચાર્જ પર 528 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. આ કાર 50 કિલોવોટ ડીસી ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરે છે, જેના દ્વારા 1 કલાક 13 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. જ્યારે તેને ઘર પર ચાર્જ કરવામાં આવે તો કારને ફુલ ચાર્જ થવામાં 36 કલાકનો સમય લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે