અમદાવાદ :ભારતીય એસયુવી માર્કેટમાં ધૂમ મચાવનાર નવી એસયુવી કિયા સેલ્ટોસ (KIA Seltos) ની કિંમત વધવાની છે. કંપનીએ હાલમાં જ ભારતીય માર્કેટમાં સેલ્ટોસ એસયુવી (SUV) ના રૂપમાં પોતાની પહેલી પ્રોડક્ટ લોન્ચ કરી હતી. રશલેનના સમાચાર મુજબ, કંપનીએ આ મામલે ડીલરોને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે, સેલ્ટોસે કંપનીને ઓગસ્ટ 2019માં 9.69 લાખ રૂપિયા એક્સ શોરૂમ કિંમત પર લોન્ચ કર્યો હતો. ત્યારે કંપનીએ એન્ટી લેવલ પેટ્રોલ મેન્યુઅલ વેરિએન્ટ એસયુવી સેલ્ટોસને લોન્ચ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવી સેલ્ટોસની કિંમત 2020 સુધી વધવી નક્કી હતી. કેમ કે, કંપનીએ પહેલા જ કહી દીધું હતું કે, શરૂઆત અમે એન્ટ્રી લેવલથી કરી રહ્યાં છે. જોકે, કિંમતમાં કેટલો વધારો થશે, તેને કોઈ ઓફિશિયલ માહિતી નથી. દક્ષિણ કોરિયાઈ કંપની કિયા મોટર સેલ્ટોસના તમામ વેરિયેન્ટની કિંમતમાં વધારો કરવાની છે. ઉલ્લેખનીય છે કે, Seltos કુલ 16 વેરિયેન્ટમાં ઉપલબ્ધ છે. Seltosને ભારતીય નાગરિકો બહુ જ પસંદ કરી રહ્યાં છે. તેનો અંદાજ લગાવી શકાય છે કે, આ વેઈટિંગ પીરિયડ અત્યારથી એક-બે મહિનાની છે.
રાજકોટ : રોજ 50-60 કિલો વજન ઉંચકનાર રેપિસ્ટ દારૂના નશામાં બાળકીને ગાદલા સાથે ઉંચકીને લઈ ગયો
એન્જિનના અનેક ઓપ્શન
KIA Seltosમાં 1.5 લીટર એનએ પેટ્રોલ એન્જિન છે, જે 113 બીએચપીનું પાવર આપે છે અને 144 એનએમનું પિક ટોર્ક જનરેટ કરે છે. આમ, 1.5 લીટર ડીઝલ એન્જિન વેરિયેન્ટ 113 બીએચપીનું પાવર આપે છે અને 250 એનએમનું પીક ટોર્ક જનરેટ કરે છે. એક વધુ વેરિયેન્ટ છે, જે 1.4 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન જે 138 બીએચપીનો પાવર આપે છે અને 242નું પીક પોઈન્ટ જનરેટ કરે છે. આ એસયુવીમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ એન્જિનનો ઓપ્શન છે.
સપ્તપદીના ફેરા ફરતા જેઓએ આજીવન સાથ નિભાવવાના વચન આપ્યા હતા, તેઓએ સાથે દેહ છોડ્યો...
લુક છે આકર્ષક
સેલ્ટોસનો તેના લૂકને કારણે લોકોને બહુ જ પસંદ પડી રહી છે. તેની કોમ્પિટિશન Hyundai Creta, Nissan Kicks જેવી એસયુવી સાથે થાય છે. તમને જણાવી દઈએ કે, સેલ્ટોસની હાલની કિંમત 31 ડિસેમ્બર, 2019 સુધી બની રહેશે. જો તમને આ એસયુવી ખરીદવી છે, તો તમારી પાસે તક છે. જાન્યુઆરી, 2020ના ટેગવાળી સેલ્ટોસ માટે તમારે વધારે રૂપિયા ચૂકવવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે