Home> Technology
Advertisement
Prev
Next

ભારતમાં લોન્ચ થઇ કોમ્પેક્ટ SUV Kia Sonet, જાણો ખુબીઓ અને કિંમત

ભારતમાં પોતાની નિર્માણ ક્ષમતાને જોતાં તે ભારત ઉપરાંત બીજા દેશોમાં પણ સોનેટને સરળતાથી વેચી શકે છે. કંપનીના 7 ઓગસ્ટના રોજ તેનું વર્લ્ડ પ્રીમિયર કર્યું હતું.

ભારતમાં લોન્ચ થઇ કોમ્પેક્ટ SUV Kia Sonet, જાણો ખુબીઓ અને કિંમત

નવી દિલ્હી: ઓટોમોબાઇલ નિર્માત-કિયા મોટર્સ ઇન્ડિયા (Kia Motors India) એ શુક્રવારે (18 સપ્ટેમ્બર)ના રોજ પહેલા કોમ્પેક્ટ એસયૂવી-સોનેટ (SUV Kia Sonet) ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીના અનુસાર સોનેટનું એન્ટ્રી-લેવલ એચટીઇ સ્માર્ટસ્ટ્રીમ જી 1.25 એમટી વેરિએન્ટની પેન ઇન્ડિયા એકસ શો રૂમ કિંમત 6,71000 રૂપિયા હહ્સે. સોનેટને 17 વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેમાં બે પેટ્રોલ એન્જીન, બે ડીઝલ એન્જીન, પાંચ ટ્રાંસમિશન્સ અને બે ટ્રીમ લેવલ ટેક લાઇન અને જી-ટી લાઇન છે.

fallbacks

Kia Sonet ની સૌથી ખાસ વાત
આ પ્રકારની સૌથી ખાસ વાત એ છે કે કંપનીએ Kia Sonet ને આઇએમટી અને વાયરસ પ્રોટેક્શન જેવા હાઇટેક્સ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવે છે. કારમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇંફોટેનમેન્ટ સિસ્ટમ યૂવો કનેક્ટિવિટી સાથે આપવામાં આવી છે. આ ઉપરાંત આ કારમાં બોસના 7 સ્પીકર સિસ્ટમ, ઇલેક્ટ્રિક સનરૂફ, દ્રન્ટ વેંટિલેટેડ સીટ્સ આપવામાં આવી છે. સ્ટીયરિંગ પર ડ્રાઇવ મોડ્સ, ટ્રેકશન કંટ્રોલ અને સ્માર્ટફોન માટે વાયરલેસ ચાર્જિંગ પણ છે. કંપનીની સિગ્નેચર-સ્ટાઇલ ટાઇગર નોઝ ગ્રિઓલ, એલઇડી હેડલાઇત્સ સાથે એલઇડી ડીઆરએલ, બે ટોન બંપર, ફોગ લેપ્સ, ઇલેક્ટ્રિક સનરૂફ, 16 ઇંચ ડાયમંડૅ કટ એલોય વ્હીલ્સ અને એલઇડી ટેલલાઇટ્સ આપવામાં આવી છે. યુવાનો માટે આ કાર એકદમ સારો વિકલ્પ સાબિત થશે. 

કંપનીએ કહ્યું કે એ તેને પોતાના નવા કોમ્પેક્ટ એસયૂવી માટે અત્યાર સુધી 25 હજારથી વધુ બુકિંગ મેળવી લીધી છે. કંપનીએ કહ્યું કે આ કોમ્પેક્ટ એસયૂવીનું નિર્માણ આંધ્ર પ્રદેશના અનંતપુર સ્થિત ફેક્ટરીમાં થઇ રહ્યું છે. જ્યાં વાર્ષિક 3 વર્ષમાં 3 લાખ ગાડીઓ તૈયાર થાય છે. 

કહેવામાં આવ્યું છે કે ભારતમાં પોતાની નિર્માણ ક્ષમતાને જોતાં તે ભારત ઉપરાંત બીજા દેશોમાં પણ સોનેટને સરળતાથી વેચી શકે છે. કંપનીના 7 ઓગસ્ટના રોજ તેનું વર્લ્ડ પ્રીમિયર કર્યું હતું. ભારતીય બજારમાં Kia Sonet ની પ્રી-બુકિંગ 20 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવી હતી. 25 હજાર રૂપિયા આપીને તમે આ કારનું પ્રી બુકિંગ કરી શકો છો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More