Home> Technology
Advertisement
Prev
Next

6 લાખથી ઓછી કિંમતમાં Nissan ની નવી SUV ભારતમાં થશે લોન્ચ! ખાસ જાણો વિગતો 

Nissan Facelift Magnite: નિસાન પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી Magnite નું ફેસલિફ્ટ મોડલ ભારતમાં લોન્ચ કરવા જઈ  રહી છે. આ નવા મોડલમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. Magnite પોતાના સેગમેન્ટમાં સારી એવી લોકપ્રિયતા ધરાવતી કાર છે અને તેનું વેચાણ પણ સારું છે.

6 લાખથી ઓછી કિંમતમાં Nissan ની નવી SUV ભારતમાં થશે લોન્ચ! ખાસ જાણો વિગતો 

Nissan Facelift Magnite: નિસાન પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી Magnite નું ફેસલિફ્ટ મોડલ ભારતમાં લોન્ચ કરવા જઈ  રહી છે. આ નવા મોડલમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. Magnite પોતાના સેગમેન્ટમાં સારી એવી લોકપ્રિયતા ધરાવતી કાર છે અને તેનું વેચાણ પણ સારું છે. અત્રે જણાવવાનું કે નિસાનની ડૂબતી નૈયાને Magniteએ જ પાર પાડી હતી. તેની ડિઝાઈન, સ્પેસ અને અન્ય ફીચર્સના કારણે ગ્રાહકોમાં લોકપ્રિય છે. હવે પહેલીવાર Magnite નો નવો અવતાર જલદી આવી શકે છે. 

fallbacks

આટલી હશે લંબાઈ!
Magnite ની લંબાઈ હાલ 4 મીટરથી ઓછી છે. નવા મોડલમાં પણ લંબાઈને લઈને કોઈ ફેરફાર જોવા મળશે નહીં. રિપોર્ટ્સ મુજબ ટેસ્ટિંગ દરમિયાન Magnite અનેકવાર જોવા મળી ચૂકી છે. Magnite ના કારણે જ નિસાનના વેચાણમાં જબરદસ્ત ગ્રોથ જોવા મળ્યો છે. 

મુકાબલો રોમાંચક
ફેસલિફ્ટ Magnite નો મુકાબલો Tata Nexon, Kia Sonet અને Hyundai Venue સાથે થશે. એવું કહેવાય છે કે આ વર્ષના અંત સુધીમાં તેને લોન્ચ કરી દેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. નવા મોડલના એન્જિનમાં કોઈ નવો ફેરપાર જોવા મળશે નહીં. 

એન્જિન અને પાવર
Magnite facelift માં 1.0નું પેટ્રોલ એન્જિન મળશે જે લગભગ 72hpનો પાવર જનરેટ કરે છે. ફીચર્સની વાત કરીએ તો નવા મોડલમાં ઈલેક્ટ્રિક સનરૂફ અને વેન્ટીલેટેડ સીટો મળી શકે છે. આ ઉપરાંત તેમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમની સાથે 4 સ્પીકર અપાશે. સેફેટી માટે આ ગાડીમાં એન્ટી લોક  બ્રેકિંગ સીસ્ટમ, એરબેગ્સ અને પાવર સ્ટિયરિંગ જેવા ફીચર્સ સ્ટાન્ડર્ડ હશે. નવી Magnite ની કિંમત 6 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More