Home> Technology
Advertisement
Prev
Next

ગાડી લેવાનું વિચાર રહ્યાં હોવ તો જાણી લો આ વાતો, જાણો કઈ ગાડીમાં સસ્તામાં પડશે તમારો શો

સામાન્ય રીતે આ સવાલ દરેકના મનમાં રહેતો હોય છેકે, અત્યારે અલગ અલગ વેરિયન્ટ અને અલગ અલગ ઈંધણની ગાડીઓ માર્કેટમાં અવેલેબલ છે. પેટ્રોલ લેવી કે ડિઝલ લેવી, એટલું જ નહીં સીએનજી સસ્તું પડશે કે પછી ઈલેરક્ટ્રોનિક ગાડી લેવી એ એક મોટો સવાલ છે...જાણો વિગતવાર...પેટ્રોલ, ડિઝલ, CNG કે ઈલેક્ટ્રિક, કઈ કાર છે બેસ્ટ? જાણો ફાયદા અને નુકસાન...

ગાડી લેવાનું વિચાર રહ્યાં હોવ તો જાણી લો આ વાતો, જાણો કઈ ગાડીમાં સસ્તામાં પડશે તમારો શો

નવી દિલ્લીઃ જો તમારે કાર લેવી હોય તો બાજરમાં તમારા માટે અનેક ઓપ્શન છે. પેટ્રોલ અને ડિઝલની સાથે હવે સીએનજી અને ઈલેક્ટ્રિક કારનું ચલણ વધી રહ્યું છે. સીએનજી કાર પણ લોકોને પસંદ આવી રહી છે. આજે અમે તમને એ જણાવીશું કે આ તમામ પ્રકારની કારના શું ફાયદા અને શું નુકસાન છે.

fallbacks

પેટ્રોલ કાર-
વર્ષોથી ભારતીય બજારમાં પેટ્રોલ કારનું ચલણ છે. આ કાર લોકોની પહેલી પસંદ બની છે. પેટ્રોલ મોડેલમાં તમને એકથી ચડિયાતી એક કાર મળી જાય છે. પરંતુ તેની કિંમતને જોતા લોકો થોડા પાછા પડે છે. જો તમે પેટ્રોલ કાર લો છો તો તે અન્ય કારની તુલનામાં વધુ ખર્ચો કરાવે  છે. અને તેનાથી પર્યાવરણને પણ નુકસાન થાય છે. જેથી લોકો ઈલેક્ટ્રિક કારને પસંદ કરી રહ્યા છે.

ડિઝલ કાર-
ડિઝલથી ચાલતી કાર ભારતીય બજારમાં અનેક છે. જો તમે એક સારા પાવર પેક પ્રદર્શન સાથેની કારની શોધમાં છો તો, તમે ડિઝલથી ચાલતી કાર લઈ શકો છો. ડિઝલ એન્જિન કાર લોંગ ડ્રાઈવ માટે સારી પડે છે. પરંતુ આ કાર પેટ્રોલ કાર કરતા મોંઘી હોય છે. તેની સર્વિસ પણ મોંઘી પડે છે.

CNG કાર-
પેટ્રોલ અને ડિઝલની સરખામણીમાં લોકો સીએનજીને સારો વિકલ્પ માને છે. આ જ કારણ સીએનજી કારના વેચાણમાં આખા દેશમાં વધારો થયો છે. સીએનજી કારને ચલાવવાનો ખર્ચો ઓછો આવે છે. મેઈટેઈનન્સ ઓછું આવે છે અને જરૂર પડે ત્યારે તેને પેટ્રોલમાં સ્વિચ કરી શકાય છે. અન્ય કારની સરખામણીમાં સીએનજી કાર વધારો સાફ હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More